હળવાશ ૨૫
હળવાશ ૨૫
1 min
11.8K
જિંદગીના બોજમાં પણ કેટલી હળવાશ છે,
છે સ્વયંની ખોજ દુર્ગમ તે છતાં હળવાશ છે!
છે ખજાનો સાવ ખાલી પાઈ રાતી પણ નથી,
બસ ફકીરી મોજ છે આ એટલે હળવાશ છે.
ફૂલની મોઘમ બનીને ચોતરફ પ્રસરી જશે,
કંટકોની ફૌજ વચ્ચે ખીલતી હળવાશ છે,
છે સફળતા દાસી તારી તું ઈરાદા સેવ તો,
સ્વપ્ન આવે રોજ એવા એટલે હળવાશ છે.
તું ખલાસી ડૂબકી દઈ તાગ લે તળિયા તણો
એ દરિયો હોજ છે એથી જ તો હળવાશ છે.