STORYMIRROR

ALFAIZ QURESHI

Others

4  

ALFAIZ QURESHI

Others

હે જગતના તાત !

હે જગતના તાત !

1 min
442

હે જગતના તાત,

મને સમજાતી નથી એક વાત,

શાને આ જગના લોકો,

ઉંચકે માયાતણો બોજો ?


જે નથી પોતીકું, તેની પાછળ છે ઘેલાં;

ને ન જુએ તારા રંગો અલબેલા,

છતાં તું વળી કેટલો દયાળુ !


જે તને ભૂલ્યા સૌ ઘેલાં,‌

તેને જ તે રંગીને જગથી કર્યા અલબેલા!

હે જગતના તાત...


હે પ્રભુ અરજ છે તને આ "ઘેલાં"ની;

રંગ તારા રંગમાં અને કર અનેરી કૃપા,

ઇચ્છે એ તારો અદીઠો સંગાથ,

તું રહે હંમેશા એની સાથ !


Rate this content
Log in