ગુજરાતની ગાથા
ગુજરાતની ગાથા
" ગુજરાતની ગાથા " (60 વર્ષ પુરા થયાં.)
જે " ગરબા- ગાંઠિયા-ઢોકળા-ખમણ" આ બધાની ઓળખ આપે,
ગાથા રજુ કરું, એની જ્યાં જન્મયા " મહાત્મા, દેવતા, શૂરવીરો"
"એ મારું ગુજરાત"
આઝાદી પછી ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું,
જેમાં રજવાડાનું " સૌરાષ્ટ્ર, મુંબઈ, કચ્છ" માં વિભાજન થયું,
"એ મારું ગુજરાત"
મહાગુજરાત માં કચ્છી, ગુજરાતી, મરાઠી, બોલનાર હતા,
જેના માટે અમદાવાદ ના આંદોલનમાં વિદ્યાર્થીઓ શહીદ થયા,
"એ મારું ગુજરાત"
પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ગુજરાત અન
ે મહારાષ્ટ્ર જૂદા કર્યા,
મહાગુજરાત માંથી " ૧ મે ૧૯૬૦ના " રોજ અલગ પડ્યું,
"એ મારું ગુજરાત"
" જ્યાં જ્યાં પોગ્યો ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી,"
કોઈ રસ્તો પૂછે ને ઘર સુધી મૂકી જાય ને,
"એ મારું ગુજરાત"
જ્યાં " મંદિરો-મસ્જિદો-ગુરુદ્વારા-ચર્ચ " નો જોવા મળે છે સંગમ,
જ્યાં "હિન્દુ-મુસ્લીમ-ઇસાઇ-પારસી" બધા જ છે ભાઈ ભાઈ
"એ મારું ગુજરાત"
આ " વિશ્વાસ "ની ધરતી માં પ્રેમ મોહ માયા લાગણી જોવા મળે,
આજે કોરોના થી લડતો મારો ગુજરાતી દરેક સ્થળે જોવા મળે,
"એ મારું ગુજરાત"