ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષા
1 min
315
ખાંડથી પણ મીઠી છે,
આ મારી ગુજરાતી ભાષા છે,
દિલથી દિલ ને જોડે તો,
જેનાથી જોડાયેલી આશા છે,
અંગ્રેજી પણ ભણું છું હું,
પણ લાગતું નથી તેમાં ધ્યાન,
ગુજરાતી જ છે મારી પહેચાન, ગુજરાતી છે મારી મુસ્કાન,
જે ભૂલે છે આ ભાષાને ત્યારે,
થાય ખૂબ નિરાશા,
વાર્તા સંભળાવે માં ગુજરાતીમાં, ભજન ગુજરાતીમાં ગાવે છે,
પ્યાર પ્રેમ ભર્યો છે એમાં,
મીઠા ગીત સંભળાવે છે,
ફળે-ફૂલે આ આગળ વધે
મારા દિલની આ જ અભિલાષી છે, ખાંડથી પણ મીઠી છે,
આ મારી ગુજરાતી ભાષા છે.
