ગુજરાત
ગુજરાત
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
35
જો આવે તારી વાત તો થાય વાતની શરૂઆત,
ગિરનાર જેવું અડગ ગુજરાત,
આદ્યશક્તિ અંબેમાનું સ્થાનક ગુજરાત
મહાકાળીમાં મા વસે એ પાવાગઢ ગુજરાત,
પ્રથમ જ્યોતિર્લિંગ સ્થાનક ગુજરાત
મોરલીમનોહરનું નગર ગુજરાત,
બોડાણાનું ઘર ગુજરાત
નર્મદા જેવું નિર્મળ ગુજરાત,
નરસિંહમહેતાની ભક્તિ ગુજરાત
મહાત્માનું ગુજરાત,
સરદાર પટેલનું સપનું ગુજરાત,
મોદી સાહેબની ઓળખ ગુજરાત,
સાવજોની ભૂમિ ગુજરાત
ભલે હોય સોળસો કિમી.નો દરિયો,
તોય મીઠાશનું નામ જ ગુજરાત
રગ રગમાં વેપાર ગુજરાત,
ટૂંકમાં લખીએ તો રાતો પણ ટૂંકી પડે એ ગુજરાત.