ગમે છે એમ
ગમે છે એમ

1 min

23.6K
ખબર છે તને, મને ગમે છે એમ,
એટલે તો તું મારામાં રમે છે એમ,
ઘરના ચાર ખૂણા પણ ઓછાં પડે,
તું ભીતરમાં જ ભમે છે એમ,
બીજું કોઈ જીવતું હશે આ મુજબ ?
જેમ જીવીએ છીએ અમે છે એમ !
નમી જાઉં કદી હું સાવજ થઈને,
પીવાને પાણી રાજા નમે છે એમ,
ઢળતાં સૂરજનો પણ એ જ સંદેશો,
ઢળી જવું, સંધ્યા જેમ ગમે છે એમ.