ઘર
ઘર
1 min
306
મારે એવું એક ઘર હોય !
જ્યાં આશાના તોરણો સ્થિત હોય,
ને શ્રધ્ધાનું કોડિયું દિવિત હોય !
જ્યાં વિશ્વાસના પાયા ને ભીંત હોય,
ને હવામાં ગુંજતુ મધુર ગીત હોય !
જ્યાં દરેકના ચહેરા પર સ્મિત હોય,
ને પરસ્પર સૌને ખૂબ પ્રીત હોય !
જ્યાં ધર્મથી પ્રેરિત દરેક રીત હોય,
ને વ્યવહારમાં સૌનું હિત હોય !
એવું એક ઘર મારું વિશ્વ હોય !
ને એવું એક વિશ્વ મારું ઘર હોય !
