એકબીજામાં ખોવાઈ જઈએ
એકબીજામાં ખોવાઈ જઈએ

1 min

23K
આ ઝડપથી જીવાતી જિંદગીમાં એવા તે શું અટવાયા,
કે એક છત નીચે જીવવા છતાં એકબીજાથી જ ખોવાયા?
જેટલી સાથે જીવી જિંદગી હવે એટલીય ક્યાં બાકી છે,
જ્ઞાનનાં સરવાળા તો બહુ કર્યા, હવે બસ અહમની બાદબાકી બાકી છે,
ઢળતી ઉંમરમાં સહારો લાકડીનો તો બસ કહેવા પૂરતો છે,
ખરેખર તારા સથવારે જ તો આ ડોસો અડીખમ ઊભો છે,
એકબીજાથી તો બહુ ખોવાયા હવે થોડો સમય એકબીજામાં ય ખોવાઇએ,
કે આ આથમતી સાંજના આખરી શ્વાસોને ચાલ અંતરમાં ધરબી દઈએ
કે આ આથમતી સાંજના આખરી શ્વાસોને ચાલ અંતરમાં ધરબી દઈએ.