દ્રષ્ટિ
દ્રષ્ટિ

1 min

12.4K
લીલી વનરાજી જોઈ હૈયે ટાઢક મળે કે પછી
લાગે બધું શેવાડિયું...
ગગન ગુલાબી જોઈ મન વિસ્તરે કે પછી
લાગે બધું ફિક્કું...
ક્ષિતિજ જોઈ મિલન અવતરે કે પછી
લાગે બધું ભેળસેળીયું...
ખીલેલા ગુલાબ જોઈ ચિત્ત હરખાય કે પછી
લાગે કાંટાળી ડાળીઓ...
સીધાં ચાલ્યા જતાં રસ્તા જોઈ મળે મંઝિલ કે પછી,
લાગે બધે જ મૃગજળ...
ભરેલ સરોવર જોઈ મળે શાંતિ કે પછી
વમળો જ વળગે....
નિહાળવાની દ્રષ્ટિ પર રહે આધાર,
મંદિરમાં કોઈને દેખાય ઈશ્વર તો કોઈને મૂરત.