ધાર પર છે
ધાર પર છે
1 min
255
ન તલવાર પર છે, ન તો ઢાલ પર છે,
વિજય આપણો, આખરી ચાલ પર છે.
મને એ જ પૂછે છે આ ઘાવ બાબત,
અને ડાઘ એના જ રૂમાલ પર છે.
વિસામો મળી જાય છે આંસુને પણ,
સરસ એક ખંજન જુઓ ગાલ પર છે.
થશે કેવું આણું હવે દીકરીનું,
એ આધાર તો આ વખત ફાલ પર છે.
કુટેવો બધી છોડવાની હો બાબત,
બધાને કહું છું કે એ કાલ પર છે.
ઘરોબો થયો માંડ જ્યાં આંસુ સાથે,
દરદ ત્યારથી મારાં હડતાલ પર છે.
