છોડ મોબાઈલ
છોડ મોબાઈલ
1 min
288
છોડ મોબાઈલ, ચાલ મેદાનમાં જઈએ,
ઘર ખૂણો ત્યજી દઈ, આજ બહાર મળીએ,
આખો 'દિ' કેમ આંખો બગાડીએ ?
એના કરતાં મેદાનમાં જઈ, કાયાની કસરત કરીએ,
એકલા એકલા ઘરમાં રહી, કેટલી વેદના સહીએ,
ગામને પાદરે એકઠા થઈ, મજાનાં ગીતો ગાઈએ,
મોબાઈલ, કમ્પ્યુટર, ટી, વી, હવે સઘળું ત્યજીએ,
કબડ્ડી, કુસ્તી, દોડ, કૂદ, વગેરે રમતો રમીએ,
વન વગડામાં ફરતા ફરતા, કિલ્લોલ- કુંજન માણીએ,
બધા દોસ્તો ભેગા થઈ, ફરી ઉજાણી કરીએ,
કોરોનારૂપી વેકેશન, હવે ઝટ પૂરું કરીએ,
ચુન્નું - મુન્નુંને બોલાવી શાળામાં જઈ ભણીએ.
