ભરુ છું શ્વાસ એ કાફી છે
ભરુ છું શ્વાસ એ કાફી છે
1 min
269
ભરૂ છું શ્વાસ,એ કાફી છે,
તારો ઉચ્છવાસ કાફી છે,
તું મારો છે, મારી સાથે છે,
મારો એ વિશ્વાસ કાફી છે.
મંદિરમાં શોધ્યો, મૂર્તિમાં શોધ્યો,
અંદર વસે, બસ એ જ કાફી છે,
મંત્ર-જાપ વળી યજ્ઞ પણ કર્યા ઘણાં,
માનવ માં તને નિહાળું, બસ એ કાફી છે.
છોડી લખ ચોરાશીનાં ફેરા,
માનવ દેહ મળ્યો, એ જ કાફી છે,
વ્યર્થ ગુમાવી ઘણી ઝીદગી,
સમજ હવે આવી, એ પણ કાફી છે.
