ભીનો સ્પર્શ
ભીનો સ્પર્શ
1 min
439
કાળાં ભમ્મરિયાં વાદળો,
વીજળીના ચમકારાં,
મેઘનો ગડગડાટ,
પછી પડતી ટપકતી અમીધારા,
એમાં એકબીજાને બાઝીને
બેસી રહેલા તું અને હું,
ને પછી મૂશળધારે ઝીંકાતો
આપણો પ્યારો વરસાદ,
એમાં કાંઈ પણ બોલ્યા વિનાની
આપણી બંધાયેલી મૂક વાતચીત,
અને બતાવ મને
કોઈ એક એવો હિસ્સો જે
કોરો રહી ગયો હોય તો !
