બાળપણ- એક મોટ્ટો મજજો
બાળપણ- એક મોટ્ટો મજજો

1 min

12K
નિશાળેથી આવી ને નકરું ભટકતા,
ઘરે આવી પેલું ખાવાં પર ત્રાટકતા...
દોસ્તારો બધાયે લેતાં રૂપિયાનો ભાગ,
પુરો કરી વેલ્લા કરતા બીજામાં તાગ જાગ...
એકબીજા વગર આપણે જરાયે ના ચાલતું,
પછી હોય ભલે ને એ ગમે એટલા ફાલતું...
હતાં લંગોટીયા આપણા જબરા નંગ,
રહેતાં હતાં તોયે કાયમ એની જ સંગ...
મહોલ્લામાં બધાં ને કેટલાં કરતાં તંગ,
તોયે મોં તો રાખતી આપણો જ રંગ...
જોવા ટીવી બીજાની બારી એ ટીંગાતા,
વરસાદ આવે ત્યારે કેવાં જબરા ભીંજાતા...
કેવી મસ્ત મજાની હતી ઇ મસ્તી,
જાણે તો આપણે હોય એ કોઈ હસ્તી...