બાળકોનો વિયોગ
બાળકોનો વિયોગ
1 min
228
કહી તો દીધું કે તમે જાવ,અમારી ચિંતા ના કરો.
પણ તમારાં ગયાં પછી,
તમાર તરફ, તમારી યાદ દોરી જાય છે,
હવે અમને આ એકલતા કોરી ખાય છે.
હોય છે અમે એકલા,
ત્યારે, જરા સરખા અવાજથી,
તમે આવ્યાં એવાં ભાસથી,
એ તરફ અમારી નજર દોડી જાય છે,
હવે અમને આ એકલતા કોરી ખાય છે.
નિદ્રાદેવીને મનાવીએ છીએ ત્યાંજ,
સ્વપ્નમાં આવી યાદ તમારી,
અમારી ઉંઘ ઉડાડી જાય છે,
હવે અમને આ એકલતા કોરી ખાય છે.
અમે હતાં તમે હતાં અંધકારમાં પણ,
ચાંદનીનો વાસ હતો, પણ તમારાં વિનાં,
પ્રકાશ પણ તિમિર તરફ દોરી જાય છે,
અમને આ એકલતા કોરી ખાય છે.
