અવાજ
અવાજ
1 min
53
શા માટે તું હતાશ થાય છે,
જાણું છું તારો અવાજ ફક્ત તારા કાને અથડાય છે,
મન આંતર રૂદનથી ભીંજાય છે,
આંખો સામે ફક્ત અંધારું છવાય છે,
કોઈ નથી આપણું એજ સમજીને ચાલ,
દુનિયા સાથે નહીં તારા અસ્તિત્વ સાથે મિલાવ તાલ,
કોઈ નથી તારું કર ના વિશ્વાસ,
લઈ લેશે જીવ તારો સ્વાર્થ માટે રહેશે બસ પછી છેલો શ્વાસ,
જોઈ તારી અસફળતા કરશે બધા અટહાસ્ય,
નહીં સમજી શકે તું આ સમાજનું રહસ્ય,
અસફળતામાંથી શીખી સફળતાની સીડીઓ ચઢ,
પછી ભલે કરે કોઈ તારી સામે પ્રચંડ,
રહેશે હમેશાં તારી સાથે તારો પરમ ઈશ્વર,
પછી તે રામ હોય કે શ્રી કૃષ્ણ,
અંદરના અવાજથી ના થઈશ તું નિરાશ,
બનાવ એને તું બુલંદ અવાજ.