આંખના ઉલાળાની કરામત, ભાષા સમજી જવાની. શબ્દોની રમઝટમાં કરામત, સાર સમજી જવાની. હૃદયમાં સ્પંદનો સ્ફુર્તા, પ્રેમ થઈ ગયાની નિશાની. ઝાંઝરના ઝણકારની કરામત, મૌન સમજી જવાની. ""અમી""
કલ્પનાનાં પાંખો પર સવાર, ગગનમાં કરીશું વિહાર, કલમની સંગ ગોષ્ટી શું કરી ? આકાશમાં છાપીશું અખબાર. ""અમી""
ખોવાણી હું... હિમાલયની વાદીઓમાં, નિર્મળ ઝરણાં કેરા સંગીતમાં, નાદ ડમરુંના ઓમના, નદીઓનાં કલકલના પ્રવાહમાં, ઉત્તુંગ શિખરોના સાથમાં, રોશનીથી પ્રકાશતા કિરણોમાં, મંદ પ્રવાહિત સમીરના સાથમાં, હું ખોવાણી મસ્ત નિજાનંદમાં. ""અમી""
ચિત્રણ કર્યું જીવનનું અણમોલ,કોઈ ચિત્રકારે, સર્જન કર્યું અદભુત રંગો કેરું, કોઈ ચિત્રકારે, દુનિયા છે કેનવાસ, રંગો ભરે ઉલટપલટ માનવી, નથી ભૂંસી શક્યા સર્જનનું અસ્તિત્વ માનવ ચિત્રકાર. ""અમી""
સરોવરની પાળે સબંધો જન્મ્યા, લાગણીની રાહે હ્ર્દયમાં વસ્યા, સંવેદનાના તારે રણઝણ માણ્યા, પ્રેમ કેરા સેતુનાં ગુલતાનમાં હસ્યાં. "'' અમી ""
કોફી જેવો કડક મિજાજ, ઘૂંટી ઘૂંટીને થયો મ્હેકતો, સોડમ તારી ચારેકોર ઉડે, મારાં શ્વાસમાં તું મહેકે. ""અમી""
મારું સદેહે હોવું એજ એક અસ્તિત્વનો સ્વીકાર, ખુદ કરું બુલંદ મારા અવાઝને, પડકારું મારા આત્માને, કરું શપથ, મારી શક્તિના સહર્ષ સ્વીકારની મશાલની, દશે દિશાથી જ્યોત જલાવું, અસ્તિત્વનાં મિશાલની. ""અમી""