Aarti Merchant
Literary Captain
23
Posts
35
Followers
0
Following

None

Share with friends
Earned badges
See all

શિક્ષક દિન*. એક શિક્ષક પાસેજ એવી કળા છે જે માટીને કંચનમાં બદલી શકે.કથીરને સોનામાં ફેરવી શકે. ચોપડીમાંથી બારાખડી તો કોઈ પણ શીખવી શકે. પરંતુ એ બારાખડીમાંથી શબ્દો બનાવતાં, વાક્યો બનાવતાં અને એ વાક્યોનો અર્થ એક શિક્ષકજ સમજાવી શકે.પૃથ્વીથી ચાંદ સૂરજનું અંતર કેટલું છે એતો શિક્ષક શીખવે પરંતુ વર્ગમાં બેન્ચીસ પર બાજુમાં બેઠેલા નબળા વિદ્યાર્થીથી અંતર ન રાખવાનું પણ એ શીખવે.

વર્ષો પછી હું મળી પોતાને જ, ભૂલી ગ ઈ હતી પોતાની જાતને ,કરાવી પોતાની જ ઓળખાણ પોતાને મળી બધી સખીઓએ, ભૂલી ગ ઈ મિસ માંથી મિસિસ બનવાની યાત્રાનેપળભરમાં,મઝા આવવાની શરૂઆત થ ઈ ગ ઈ ક્ષણભરમાંં જ.અને થોડા કલાકોના સુખદ અનુભવને મમળાવતી મમળાવતી તાજો રાખતી ગઈ.

એક દિવસ અચાનક reunion ના નેજા હેઠળ ત્રીસ વર્ષ પછી સખીઓ બધી ભેગી થઈ. ઓહ !! કંઈ કેટલાય વર્ષો પછી થયો અનુભવ હળવાશનો, ને મનના હલકા થયાનો, કારણ શોધવાની જરૂર ન પડી, પહેર્યું હતું જે મ્હોરું આજ 'દિ લગી, તે સખીઓને મળતાં જ ક્યારે ઊતરી ગયું એની ખબર જ ન પડી.

મા એટલે એક એવુંં વહેતું ઝરણું જેના ખળખળ વહેતાં વ્યક્તિત્વને જોઈને પ્રેરણા મળે, જેના ચહેરાના સ્મિતથી ઘરનો ઉજાસ હોય, જેના સ્વર માત્રથી જીવનનું સંગીત સૂરમયી લાગે, જેની હાજરીથી નિર્જીવ વસ્તુઓ પણ સજીવ ભાસે. આરતી અ. મરચંટ.

મા એટલે એક એવું વહેતું ઝરણું, જેના ખળખળ વહેતા વ્યક્તિત્વનેજોઈને સહુને પ્રેરણા મળે, જેના ચહેરાના સ્મિતથી ઘરનો ઉજાસ હોય, જેના સ્વર માત્રથી જીવનનું સંગીત સૂરમયી લાગે, જેની હાજરીથી નિર્જીવ વસ્તુઓ પણ સજીવ ભાસે.

પ્રેમ એટલે એક એવી અનુભૂતિ, જેમાં પ્રેમી હોય કે પ્રેમિકા, પોતાની ગણતરી દૂનિયાની સુંદરમાં સુંદર રચનામાં કરે છે.

આખી જીંદગી સાસુના વગોવણા કરનાર વહુ આજે માતા બની દિકરીની વિદાય સમયે દિકરીને શિખામણ આપે છે. "સાસુને માતા સમાન માનજે,એમના માન માંજ તારું માન છે"

આજે મોટાભાઈનું સ્ટેટસ વાંચીને નાના ભાઈથી આંખના ભીના ખૂણા સાથે માર્મિક હસાઈ ગયું. "એકબીજા પરનો વિશ્વાસ અને સંપ સંયુક્ત કુટુંબ માટે ઓક્સિજનનું કામ કરે છે."

"મમ્મી ભૂખ લાગી છે.બાર વર્ષની પીહુ સતત બોલતી હતી.છતાં પણ મમ્મીએ યુ ટયુબ ઉપર ફૂડ ચેનલનુંં સર્ફિંગ ચાલુ જ રાખ્યું.અને આખરે પીહુએ જાતે જ મેગી બનાવીને ખાઈ લીધી.


Feed

Library

Write

Notification
Profile