@aniruddh-tthkkr-aagntuk

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"
Literary Captain
21
Posts
1
Followers
1
Following

અનિરુદ્ધ...એક સ્વભાવ,એક પરિવાર,એક ઓળખ,પોતાના તર્ક ,જીદ અને આદતો સાથે જીવતો એક આળસુ અને વિચિત્ર માણસ,આટલું ચાલશે?કે હજુ કૈક કહું..?

Share with friends

તારું હોવું અને તારું ના હોવું જેવી અવઢવના લીધે ઉભી થતી અકળામણ, બેચેની, ખાલીપાના કારણે ઉપન્ન થતી મૃગતૃષ્ણા એટલે જ "હું. તારી ગેરહાજરીમાં પણ હું ખુશ રહી શકું છું તે મારા માટે એચીવમેન્ટ નથી, આશ્ચર્ય છે. આવા આશ્ચર્યના સર્જન કરવા બદલ હું ઈશ્વરને ખૂબ ફરિયાદ કરું છું. મારે આવું આશ્ચર્ય/ખુશી જોઈતી જ નથી. મને તું જોઈએ છે. મારા કિસ્મતમાં તને ના લખી શકતો હોય તો મારે એ ઈશ્વરેય શુ કામનો છે ?

તમારા હૃદયમાં મારા વડે સર્જાયેલ અસ્તવ્યત લાગણીઓ, બેચેન અને અકળાવનારી વાતો, સાતત્યતા વિહીન મસ્તી, તાર્કિક દલીલો સાથેનો સ્નેહ..આ સઘળું સમેટીને મારે હળવેકથી નીકળી જવું છે. તમારું અને મારું રુદય છોલાય નહિ તે રીતે...! તેનું કારણ નહિ પૂછો ? પૂછજો મને ..! હું કહીશ કયારેક...!! દુરસુદુરથી કોઈક ખારા રણ પરથી આવતી હવાને ધ્યાનથી સાંભળજો. લયબદ્ધ રીતે વહેતા તે પવનના આરોહ અવરોહમાં તમને મારા શબ્દો અનુભવાશે...!!


Feed

Library

Write

Notification
Profile