હેલો 'જિંદગી'...! તું એક વ્હાલી સહેલી છે, તો કદી તું પહેલી છે જીવન થી મૃત્યુ ની ઘટમાળે વહેલી છે. કદી તું 'હાશ' છે, તો ખુબ સારી 'આશ' છે, એકમેક માં આપણો રહેલો 'વાસ' છે. તુજ સંગ મુજનો આ અદનો પ્રવાસ છે. લવ યુ જિંદગી. ~આરતી રાજપોપટ
પામ્યા ને ખોયા ની રાસ રમઝટ જીવન ને મૃત્યુ ની ચાલે રમત.. આતમનો ગરબો ફરતો સતત.. ન આદિ, ન અંત, ઘૂમે અનંત.. ~આરતી રાજપોપટ