Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#31 Days : 31 Writing Prompts (Season 4)

SEE WINNERS

Share with friends

’31 દિવસ પ્રોમ્પ્ટ રાઈટીંગ’સ્પર્ધાની સમજુતી : 

‘શબ્દવાવેતર સાહિત્ય પરિવાર’ સાથે ફેબ્રુઆરીમાં યોજાયેલી શબ્દ વાવેતર લેખનસ્પર્ધાની ભવ્ય સફળતા બાદ, સ્ટોરીમિરર ફરી એકવાર શબ્દ વાવેતર સાહિત્ય પરિવારના સંકલનથી લઈને આવ્યું છે એક નવી પડકારજનક લેખન સ્પર્ધા - ’31 દિવસ પ્રોમ્પ્ટ રાઈટીંગ’ સ્પર્ધા 

આપણો એવો અનુભવ રહ્યો છે, કે આપણે ઘણી વાર કંઇક લખવાનો નિર્ણય કરીએ છીએ, પણ જયારે લખવા બેસીએ ત્યારે શું લખવું ? શેની પર લખવું ? કેવી રીતે લખવું ? તે આપણને સુઝતું હોતું નથી. અને પછી લખવાનું ક્યાંથી શરુ કરવું એ અસમંજસમાં આપણું લખવાનું જ અટકી પડે છે.

બસ લેખક મિત્રોની આ જ સમ્સ્યના સમાધાન માટે અને તમેની કલ્પનાશક્તિને વિશાલ આકાશ આપવાના એક પ્રયત્ન તરીકે સ્ટોરીમિરર આ વેકેશનના મહિનમાં ફરી એકવાર શબ્દ વાવેતર સાહિત્ય પરિવારના સંકલનથી લઈને આવ્યું છે  એક પડકારજનક નવીજ લેખનસ્પર્ધા ‘’31 દિવસ પ્રોમ્પ્ટ રાઈટીંગ ચેલેન્જ’’

આ સ્પર્ધામાં નવું શું છે ?

આ સ્પર્ધામાં અમારા તરફથી 31 દિવસ સુધી દરરોજ તમને એક ચિત્ર (પ્રોમ્પ્ટ) આપવામાં આવશે. જેમાં બે ચિત્રો સમાવેલા હશે. એ બંને ચિત્રો વછે એક જોડાણ આપને દેખાશે. સ્પર્ધકે પ્રથમ ચિત્ર અને બીજા ચિત્ર વચ્ચે અનુબંધ બાંધી પોતાની કલ્પના થકી વાર્તા અથવા કવિતા અથવા બંને લખવાના રહેશે. આમ આ સ્પર્ધા 31 દિવસ સુધી ચાલશે. રોજેરોજનું ચિત્ર સ્ટોરીમિરર વેબસાઈટના સ્પર્ધાના પેજ પર, શબ્દ વાવેતર ગૃપમાં તથા શબ્દ વાવેતર ગૃપના ડીપીમાં મુકવામાં આવશે.

નિયમો :

1.    આ સ્પર્ધા દૈનિક રહેશે અને કુલ 31 દિવસ સુધી ચાલશે.

2.    સ્પર્ધક ઈચ્છે તો વાર્તા અને કવિતા એમ બંનેમાંથી કોઈ એક શ્રેણીમાં અથવા બંને શ્રેણીમાં ભાગ લઇ શકે છે. પણ અડધી વાર્તા અને અડધી કવિતા એમ ચાલશે નહિ.

3.    સ્પર્ધેકે પોતાની રચના ‘શબ્દ વાવેતર’ વોટ્સએપ ગૃપ અને સ્ટોરીમિરર એપ એમ બંને જગ્યાએ મુકવાની રહેશે.

4.    વાર્તા અથવા કવિતા કોઈ એક શ્રેણીમાં અથવા બંને શ્રેણીમાં સળંગ 31 દિવસ માટે 31 રચનાઓ મુકનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.

5.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે.

6.    સ્પર્ધક એક ચિત્ર (પ્રોમ્પ્ટ) પર એક કરતાં વધારે રચનાઓ પણ મૂકી શકશે.

7.    આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

ઇનામો :

1.    ભાગ લેનાર દરકે સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર તેની પ્રોફાઇલમાં આપવામાં આવશે.

2.    31 દિવસ સુધી 31 રચનાઓ મુકનારન વિજેતા મિત્રોને ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

3.    સળંગ 31 દિવસ સુધી 31 રચનાઓ લખવાનો પડકાર પાર કરનાર સ્પર્ધકને પોતાની રચનાઓની ઈ-બુક બનાવી આપવામાં આવશે. સાથે રૂ. 150/- મૂલ્યનું સ્ટોરીમિરર શોપ ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

4.    20 કરતાં વધારે રચનાઓ લખવાનો પડકાર પાર કરનાર સ્પર્ધકને રૂ.125/- મૂલ્યનું સ્ટોરીમિરર શોપ ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે

5.    સળંગ 31 દિવસ સુધી 31 રચનાઓ લખવાનો પડકાર પાર કરનાર વિજેતાઓ વચ્ચે એક મેગા ફાઈનલ સ્પર્ધા થશે.

બમ્પર ઈનામ :  સળંગ 31 દિવસ સુધી 31 રચનાઓ લખવાનો પડકાર પાર કરનાર વિજેતાઓ વચ્ચે એક મેગા ફાઈનલ સ્પર્ધા થશે. જેમાં વિજેતા થનાર વિજેતાઓને ઇનામ સ્વરૂપ વિશિષ્ટ ભેટ એમના ઘરે મોકલી આપવામાં આવશે.

ભાષા : ગુજરાતી

સમયગાળો :  –1 મે 2022 થી 31 મે 2022

મેગા સ્પર્ધા : 10 જુન 2022 થી 15 જુન 2022

પરિણામ  – 20 જુન 2022

સંપર્ક :

સ્ટોરીમિરર માટે : વિષ્ણુ દેસાઈ

ઈમેઈલ : vishnu@વાર્તા mirror.com

મોબાઈલ નંબર : +91 97231 85603

શબ્દ વાવેતર ગૃપ માટે : કિરણબેન શર્મા

મોબાઈલ : 90549 82703