Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

#Celebrate the Republic

SEE WINNERS

Share with friends

ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે, 1950થી આ દિવસને ભારતના બ્રિટિશ આધિપત્યમાંથી મુક્ત થઈને સંપૂર્ણ પ્રજાસત્તાક બનવાના તથા ભારતના પોતાના બંધારણને અપનાવવાના દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.

આ નિમિતે સ્ટોરીમિરર આપ સૌને ‘સેલિબ્રેટ ધ રિપબ્લિક’ નામની લેખનસ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે. આ સ્પર્ધા તમને તમારી દ્રષ્ટીએ આ દિવસના મહત્વ વિશે તમારા વિચારો અને લાગણીઓને તમારા શબ્દોમાં વ્યક્ત કરવાની તક આપે છે. અહી તમે મુક્ત મને કવિતા કે ટૂંકી વાર્તા દ્વારા દેશની એકતા, વિવિધતા અને દેશભક્તિની અન્ય થીમ્સ પર લખી શકો છો.

અમે તમારા સર્જાનાત્મક અને પ્રેરણાદાયી સાહિત્ય સર્જન વાંચવા માટે આતુર છીએ.

અમે નીચે આપને લખવા માટે કેટલાક વિષયો સૂચવ્યા છે, તેમ છતાં આપ તે સિવાય પણ આપના મૌલિક વિચારોથી લખી શકો છો.

·   "ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વતંત્રતા સેનાનીના જીવનનો એક દિવસ"

·   "પ્રજાસત્તાક દિવસે પોતાના વતન પરત ફરતા ભારતીય નાગરિકની મનોદશા”

·   "પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેતા એક યુવાન વિદ્યાર્થીનો અનુભવ"

·   "પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એકત્ર થયેલ એક જૂથ”

·   “પ્રજાસત્તાક દિવસની પરેડ જોવાની કુટુંબની પરંપરા અને તેનું ગૌરવ"

·   "ભારતની મુલાકાતે આવેલા વિદેશી મુસાફરની દ્રષ્ટીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી"

નિયમો :

·   સ્પર્ધકે પ્રજાસત્તાક દિવસની થીમ પર જ પોતાની રચના લખવાની રહેશે..

·   સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે, આપ એક કરતાં વધારે ચાહો તેટલી રચનાઓ મૂકી શકો છો.

·   લેખન માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

·   ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

સાહિત્ય પ્રકાર:

વાર્તા

કવિતા

ઓડિયો


ભાષાઓ :

અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી (સ્પર્ધક એક કરતાં વધારે ભાષાઓમાં પણ ભાગ લઇ શકશે.)

 

ઈનામ :

·   શ્રેષ્ઠ 30 વાર્તાઓ અને કવિતાઓનો સ્ટોરીમિરર દ્વારા ઈ-બુકમાં સમાવેશ કરવામાં આવશે અને તેમને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉત્તમ રચનાઓની પસંદગી અમારી સંપાદક ટીમના એડિટોરીયલ સ્કોર પર આધારિત રહેશે.

·   દરેક ભાષામાં શ્રેષ્ઠ 5 રચનાઓને સ્ટોરીમિરર તરફથી રૂ. 149ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·   ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સ્પર્ધાનો સમયગાળો - 25, જાન્યુઆરી 2023 થી 25 ફેબ્રુઆરી 2023

 

પરિણામ : 20 માર્ચ 20223

સંપર્ક :

ઈમેઈલ: neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287 / 022-49243888

વોટ્સઅપ : +91 84528 04735