Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#31 Days : 31 Writing Prompts (Art in Ink Edition)

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરર દ્વારા પ્રસ્તુત "31 દિવસ : 31 પ્રોમ્પ્ટ લેખન” (‘આર્ટ ઇન ઇન્ક’ આવૃત્તિ)" સ્પર્ધાની પાંચમી સીઝનમાં આપ સૌનું સ્વાગત છે. સ્પર્ધાની આ સીઝનમાં આપણે સૌ કળા અને લેખનના સમન્વયની યાત્રા કરીશું. આપણે આપણી સર્જનાત્મક લેખનકળાને પ્રેરણા આપવા વિવિધ કલાકારોના ચિત્રોનો ઉપયોગ કરીશું. અમે દરરોજ, તમને બેનર પર એક નવુંજ ચિત્ર આપીશું, જે માત્ર ઉત્તમ લેખન માટેનું એક પ્રોમ્પ્ટ માત્ર ન બની રહેતા, માનવની સર્જનાત્મકશક્તિના ઊંડાણ અને સુંદરતાને પણ પ્રદર્શિત કરશે.

 

કળામાં લાગણીઓને જગાડવાની અને પ્રેરણા આપવાની જે ઉત્તમ ક્ષમતા હોયછે, તે બીજા કોઈમાં હોતી નથી. દરેક ચિત્રમાં રહેલા વળાંક, રંગો અને વર્ણનો આપણને એક વાર્તા કહીને કંઈક સંદેશ તો અવશ્ય આપી જાય છે. જેમજેમ આપણે કોઈ ચિત્રને સમજતા જઈએ છીએ, તેમતેમ તે આપણને તેની નિકટ ખેંચતું જાય છે, કળાની પ્રશંસા કરવા અને તેમાંથી કંઈક બોધ લેવા પ્રેરીત કરે છે.

 

આ ચિત્રો દ્વારા અમે આપની સર્જનાત્મકતાને જગાડવાની અને કંઈક એવું લખવા માટે પ્રેરણા આપવાની કોશિશ કરીએ છીએ, જેમાં તમારી પોતાની આગવી વાત હોય. ભલે પછી તમે એક નીવડેલ લેખક હોવ કે નવોદિત હોવ, આ ચિત્રો તમને કંઈક હટકે વિચારવાની અને કંઈક અનોખુજ લખી જવા પ્રેરીત કરશે.

 

તો ચાલો હવે સ્પર્ધાની ફોરમેટ સમજીએ.

અહીં ટીમ A, ટીમ B, ટીમ C, ટીમ D, અને ટીમ E, એમ  કુલ પાંચ ટીમો રહેશે. આ ટીમો નોનસ્ટોપ નવેમ્બર T30 કપ આવૃત્તિ જેવીજ રહેશે. જોકે નવા જોડાનાર લેખકોને સમાન રીતે દરેક ટીમમાં વહેંચી દેવામાં આવશે. દરેક લેખકને પોતાની ટીમ વિશેની જાણકારી આપતો ઈમેઈલ અમારા તરફથી મોકલી આપવામાં આવશે. આ ટીમના સભ્યો વચ્ચે સ્પષ્ટ સંદેશા વ્યવહાર અને આદાન-પ્રદાન માટે દરેક ટીમનું એક આગવું વોટ્સઅપ ગૃપ પણ બનાવવામાં આવશે. સાથે સાથે સહકાર અને માર્ગદર્શન માટે દરેક ટીમમાં સ્ટોરીમિરરની એક વ્યક્તિ પણ પ્રતિનિધિ તરીકે રહેશે.

 

સ્પર્ધા દરમિયાન 31 દિવસમાં 31 અલગ અલગ ચિત્રો દર્શાવવામાં આવશે. ભાગ લેનાર લેખક રોજના ચિત્રમાંથી પ્રેરણા લઈ પોતાનું લેખન કરશે. તમારું લેખન ચિત્ર આધારિત હોવું જોઈએ, તે સિવાય સાહિત્ય પ્રકાર કે શૈલી માટે કોઈ બંધન નથી.

 

નિયમો:

·   સ્ટોરીમિરર દરરોજ રાતે 12 વાગે એક નવું ચિત્ર જાહેર કરશે.

·   દરેક ચિત્ર સ્પર્ધાના છેલ્લા દિવસ (એટલેકે 5 જૂન) સુધી જોઈ શકાશે. આપ વીતેલા દિવસો માટેના ચિત્રોને "All Prompts" tટેબમાં જોઈ શકશો.

·   સ્પર્ધક વાર્તા કે કવિતા કોઈપણ એક અથવા બંને વિભગમાં પણ ભાગ લઇ શકે છે. જો તમે વાર્તા પસંદ કરો તો 31 વાર્તાઓ, જો તમે કવિતા પસંદ કરો તો 31 કવિતાઓ અને જો તમે બંને પસંદ કરો તો બંનેમાં 31-31 રચનાઓ સબમિટ કરવી જરૂરી છે.

·   તમે ઈચ્છો તો એક દિવસ માટેના એક ચિત્ર પર એક કરતાં વધારે રચનાઓ પણ મૂકી શકો છો., આ બાબત તમારી ટીમને વિજેતા થવામાં ઉપયોગી થશે.

·   સ્પર્ધકે પોતાની સ્વ-રચિત મૌલિક રચનાઓજ સબમિટ કરવાન રહેશે.

·   સ્પર્ધાની લીંક વગર મુકાયેલી અથવા હસ્તલિખિત કે ફોટોકોપીમાં મુકેલી રચનાઓ સ્પર્ધામાં માન્ય રહેશે નહિ.

·   સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

·   તમારું ભાગ લેબા બદલનું પ્રમાણપત્ર તમારા એકાઉન્ટના પ્રમાણપત્ર વિભાગમાં સ્વયં આવી જશે.

 

 

ઈનામો :

ટીમ માટેના ઇનામ :

વિજેતા ટીમની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે. જેમાં ચિત્ર આધારિત સબમિટ થયેલી રચનાઓની સંખ્યા અને વાચકોની વ્યસ્તતાને (લાઈક, કોમેન્ટ વગેરે) ધ્યાનમાં લેવામાં આવશે.  

1. વિજેતા ટીમના સભ્યોને નીચે મુજબ ઈનામ આપવામાં આવશે. -

·   સ્ટોરીમિરર પરથી પુસ્તક ખરીદવા માટે રૂ. 150/- ના મૂલ્યના શોપ વાઉચર..

·   સ્ટોરીમિરરના માધ્યમથી પોતાની પેપરબુક (પુસ્તક) પ્રકશિત કરવાના પેકેજમાં 20%નું વળતર આપવામાં આવશે.

·   ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર.

 

2. પ્રથમ રનર અપ રહેલી ટીમને નીચે મુજબ ઈનામ આપવામાં આવશે.- 

·   સ્ટોરીમિરર પરથી પુસ્તક ખરીદવા માટે રૂ. 100/- ના મૂલ્યના શોપ વાઉચર.

·   સ્ટોરીમિરરના માધ્યમથી પોતાની પેપરબુક (પુસ્તક) પ્રકશિત કરવાના પેકેજમાં 10%નું વળતર આપવામાં આવશે.

·   ડીજીટલ રનર-અપ પ્રમાણપત્ર.


સૌંથી વધુ સક્રિય ટીમ  - જે ટીમમાંથી સૌથી વધુ સ્પર્ધકો ભાગ લેશે તે ટીમને  સ્ટોરીમિરર પરથી પુસ્તક ખરીદવા માટે રૂ. 150/- ના મૂલ્યના શોપ વાઉચર અને વિશિષ્ટ પ્રમાણપત્ર

.

વ્યકતિગત ઈનામો :

·   દરેક ભાષા અને વિભાગમાં જે સ્પર્ધક તમામ 31 ચિત્રો પર 31 કે તેથી વધુ રચનાઓ સબમિટ કરશે. તેને સ્ટોરીમિરર તરફતી એક પુસ્તક મફત આપવામાં આવશે. (સરાસરી સંપાદકીય સ્કોર 7 હોવાની શરતે. બીજું કે જો વિજેતા ભારત બહારથી હશે તો તેમને ફક્ત ડીજીટલ ઈ-બુક મળવાપાત્ર રહેશે.)

·   દરેક ભાષા અને વિભાગમાં જે સ્પર્ધક 15 થી વધુ અને 31 થી ઓછા ચિત્રો પર રચનાઓ સબમિટ કરશે. તેને સ્ટોરીમિરર તરફતી એક ડીજીટલ પુસ્તક (ઈ-બુક) મફત આપવામાં આવશે. (સરાસરી સંપાદકીય સ્કોર 7 હોવાની શરતે.)

·   ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

વિશિષ્ટ ઈનામ :

આ વિજેતાઓને ટ્રોફી અને ડીજીટલ પ્રમાણપત્રો આપવામાં આવશે.

·   આર્ટ ઇન ઇન્ક આવૃત્તિના શ્રેષ્ઠ લેખક : - તમામ 31 ચિત્રો પર ઉત્તમ રચનાઓ સબમિટ કરનાર લેખકને. સાથે તેમને સ્ટોરીમિરરના માધ્યમથી પોતાનું પુસ્તક મફતમાં પ્રકાશિત કરવાની તક આપવામાં આવશે.

·   આર્ટ ઇન ઇન્ક આવૃત્તિના સૌથી સુસંગત લેખક – તમામ ભાષાઓ અને કેટેગરીઓ વચ્ચે સૌથી વધુ રચનાઓ સબમિટ કરનાર લેખક.


સાહિત્ય પ્રકાર : વાર્તા અને કવિતા

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી

સ્પર્ધાનો સમયગાળો : 01st મે 2023 થી 05th જૂન 2023

પરિણામ : 25th જુલાઇ 2023

સંપર્ક :

ઈમેઈલ : neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287

વોટ્સઅપ: +91 8452804735