STORYMIRROR

#WomenOfToday

SEE WINNERS

Share with friends

માતૃત્વ અને કારકિર્દી, કુટુંબનું સુખ અને તેની પોતાની કાળજી, ઘર અને ઓફિસ, અને તેમજ પુરુષપ્રધાન સમાજના નિયમો, સમાજની ટીકાઓ વગેરેનો સામનો કરી ચાલવું એ આજની સ્ત્રી માટે પડકાર છે. સ્ત્રીઓ વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા તથા માનસિક શાંતિ પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે તેમની નૈતિક હિંમત અને લગનને સતત પ્રોત્સાહનની જરૂર છે.

ઈન્દ્રા નૂયી, લક્ષ્મી અગ્રવાલ, નીરજા ભનોટ, શકુંતલા દેવી, પીવી સિંધુ અને આવી હજારો મહિલાઓના નામો જાણીતા છે. એટલું જ નહિ, તમારી આસપાસ આવા ઘણા નામો હોઈ શકે. તમારા વિસ્તારમાં, તમારી ઓફિસ/શાળા/કોલેજમાં અને એ સિવાય ઘણાં ક્ષેત્રોમાં એવી હજારો સ્ત્રીઓ છે જે પોતાની વાત, અસ્તિત્વ અને વિચારોને સાચા સાબિત કરવા માટે સતત લડી રહી છે. ચાલો આવી વિશિષ્ટ મહિલાઓની અનકથિત વાર્તાઓની ઉજવણી કરીએ. 

સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે #WomenOfToday,  (આજની સ્ત્રી) સ્ત્રીઓ અને તેમના યોગદાનનું સન્માન કરવા માટેની એક અનોખી લેખન સ્પર્ધા.

સ્પર્ધા માટેની થીમ :

નીચે કેટલીક થીમ્સ આપી છે, જેના પર તમારે વાર્તાઓ અને કવિતાઓ લખવાની છે. જોકે એ થીમ સિવાય પણ તમે મૌલિક રીતે આજની મહિલા થીમ પર વાર્તા કે કવિતા લખી શકો છો.બની શકે છે કે આપની વાર્તા કે કવિતા વાસ્તવિક અથવા કાલ્પનિક પણ હોઈ શકે. પણ આપને તેને વાર્તા અથવા કવિતાના સ્વરૂપમાં લખવાની છે. લેખ સ્વરૂપમાં રચના સ્વીકાર્ય નથી.

·   અસાધારણ વ્યવસાયમાં મહિલાઓ  - પાઈલોટ, ફોટોગ્રાફર, સૈનિક - #TheCourageousWomen

·   નેતૃત્વની ભૂમિકામાં મહિલાઓ ઘર, ઓફિસ અથવા અન્ય કોઈ પણ જગ્યાએ હોય છે - #WomenLeads

·   મહિલાઓ કેવી રીતે એક કરતા વધારે ભૂમિકાઓ અદા કરે છે, જેમકે દાદી, માતા, બહેન, પત્ની, દીકરી, પુત્રવધુ અને બીજી અનેક - #OneWomanMultipleHats 

·   એવી મહિલાઓ જે અન્ય લોકો માટે સતત લડતી રહે છે, તેમની સાથેનો વ્યવહાર - #BreakTheBias

·   મહિલાઓની કારકિર્દી, જુસ્સો અને ઘરની જવાબદારીઓ વચ્ચે સંઘર્ષ - #TheAllrounderWomen

·   મહિલાઓ ખેલ જગતમાંમાં કીર્તિમાન સ્થાપિત કરે છે - #TheSportswoman

·   તમે જે છો, જેવા છો તેવા બનવા માટે તમને પ્રેરણા આપનાર મહિલાઓ - #TheInspiringWoman

·   ઔદ્યોગિક સાહસિક તરીકે મહિલાઓ - #WomanWhoBuilds

નિયમો  :

1.સ્પર્ધકે આપેલી થીમ પર અથવા માત્ર મહિલાઓને કેન્દ્રમાં રાખીને વાર્તા અથવા કવિતા લખવાની રહેશે.

2.સ્પર્ધક વાર્તા અથવા કવિતા અથવા બંને વિભાગમાં ભાગ લઇ શકશે.

3.સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે. એક કરતા વધારે રચનાપણ સબમિટ કરી શકાશે.

4.શબ્દોની કોઈ મર્યાદા નથી.

5.ભાગ લેવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી.

6.રચના સબમિટ કરતી વખતે ટેગ વિભાગમાં સંબંધિત હેશટેગ્સ ઉમેરો.

વિભાગ :

વાર્તા

કવિતા

કોટસ (અવતરણ)

ઓડિયો

ભાષાઓ :

આપ એક અથવા એક કરતા વધારે ભાષાઓમાં પણ લખીને ભાગ લઇ શકશો  - અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓળિયા,અને

ઇનામો :

·   જે સ્પર્ધકો વાર્તા, કવિતા કે ઓડિયો વિભાગમાં 10 કરતા વધારે રચનાઓ અથવા કોટસ વિભાગમાં 15 કરતાં વધારે અવતરણ સબમિટ કરશે, તેમને સ્ટોરીમિરરનું રૂ. ૧૫૦/-ના મૂલ્યનું શોપ વાઉચર આપવામાં આવશે.

·   દરેક ભાષામાંથી શ્રેષ્ઠ 20 વાર્તાઓ અને કવિતાઓને ઈ-બુક સ્વરપે પ્રકાશિત કરવામાં આવશે.

·   વિજેતા મિત્રોને વિજેતા પ્રમાણપત્ર લાગથી આપવામાં આવશે.

·   ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

સમયગાળો - 05 માર્ચ થી 20 માર્ચ 2022

પરિણામ : એપ્રિલ 07, 2022

સંપર્ક:

Email: vishnu@storymirror.com

Phone number: +91 97231 85603

Whatsapp : +91 97231 85603