STORYMIRROR

Karan Desai

Others

4  

Karan Desai

Others

યાદો - અનમોલ ખજાનો

યાદો - અનમોલ ખજાનો

1 min
294

વિતી ગયેલ આ રસ્તા પર,

એક મુસાફરનો લખેલો પત્ર મળ્યો,

જીવનસાથીની ભીંજાઈ ગઈ આંખો,

વિચારે છે જ્યાં દબદબો હતો આ મુસાફરનો,

ત્યાં પત્ર લખનાર પોતે જ ભુલાઈ ગયો.


સંજોગો સંયોગોની આ દુનિયા છે,

એક બે પળના સૌ સાથીદાર છે,

સુખ છે શું ? આ બે પળ કે પછી,

આ પળ પછીનો અંત ?


સુખ દુઃખ કેમ વિપરીત છે ?

કેમ હાસ્ય સાથે અશ્રુ છે ?

હસવાથી પણ આંસુ સરે

ને રડવાથી પણ,


વિપરીતતામાં કોઈ વસ્તુ સમાન નથી,

પત્ર છે તો લખનાર નથી,

લખનાર હોય તો,

વાંચનાર નહિ !


સમય ગતિમાં ચાલે છે આગળ 

પણ યાદો તો લઇ જાયે છે ને પાછળ, 

એ દિવસો ને રાતો-

એ મનોહોર યાદો,


કટુ તો ક્યારેક મઘુર, 

રંક ને પણ હોય ને રાજા ને પણ,

યાદો સ્મરણો વિસ્મરણો 

માયાજાળ છે આ માયાનાજ છે રંગ !


...


પત્ર નું કાગળ ખુબ જૂનું છે 

કોમળતા થી એને પકડ્યું છે 

અરે ખજાનો છે આ યાદો નો ખજાનો 


આંખ બંધ કરતા વરસશે એ જમાનો 

આંખ ખોલીશુ તો પાછા ફરીશું અહીં-આજ માં 

હા આજ માં - જ્યાં પથ તો છે 

પણ પથિક નથી જ્યાં 


પત્ર વાંચી એ પળ ની યાદો આવી ગઈ 

અશ્રુઓ થી લાગણીઓ વ્યક્ત થઇ 

દીવાલ પર જે મુસાફર ની તસ્વીર સ્થિર છે 

એ જગ્યા એ તરત જ નજરો સ્થિર થઇ 


એ સ્થિરતા જોઈ 

જીવનસાથી બે ઘડી સ્થિર થઇ 

ફરી અસ્થિર થઇ - પત્ર લઇ 

મૂકી એને એક હજાર તાળાઓ વાળી તિજોરી માં..

જ્યાં ધન થી પણ અનમોલ નિશાની યાદો ને સાચવી છે...


....


અરે સનાતન સત્યો પણ અસત્યો છે 

યાદો તો કાતિલ લકવો છે 

યાદો જ ડૂબતા નો તિનકો છે 


ઈશ્વર ની અજીબ અજાયબી દુનિયા માં 

યાદો જ છાંયો છે ગરમી માં 

ને યાદો જ હૂંફ છે ટાઢમા 

રણ માં વરસાદ 

ને વરસાદ માં સપ્તરંગ છે આ..


Rate this content
Log in