વતન વાપસી
વતન વાપસી

1 min

31
શહેરનાં વિકાસની સાથે અનિકેતનાં ઘરની આજુબાજુમાં બે વર્ષમાં તો અન્ય સોસાયટી ને ફ્લેટો બની ગયા. લોકડાઉનનાં કારણે તે ઘરની બારી પાસે બેસી છાપું વાંચી રહ્યો હતો ત્યારે આંગણાંમાં લહેરાતા નાનકડા ઝાડ પર એક બુલબુલ યુગલ નજરે ચઢ્યું અને તેને આજ ઝાડ પર બે વર્ષ અગાઉ માળો કરીને બે બચ્ચાંને ઉછેર કરનાર બુલબુલ યાદ આવ્યા. વાહનો તેમજ માણસોની અવર જવર વધી જવાથી ફરી ક્યારેય ન દેખાયેલાં બુલબુલને આજે ફરી જોયા પછી તેની નજર હાથમાં રહેલા છાપામાં શહેર છોડી વતન ફરતા શ્રમિકોની તસવીર ઉપર લખેલા હેડીંગ પર પડી. લખ્યું હતું "વતન વાપસી".