The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Purohit Divya

Others

4  

Purohit Divya

Others

વિયોગભર્યો પ્રેમપત્ર

વિયોગભર્યો પ્રેમપત્ર

2 mins
30


પ્રિય ધર્મેન્દ્ર જી,

   છેલ્લે આપનો પત્ર મળ્યાને આજે મહિના થવા આવ્યા પરંતુ સામો પત્ર લખવાની હિંમત જૂટવવામાં ખુબ વિચારોનું મનોમંથન કરવું પડ્યું ત્યારે માંડ આજે પત્ર લખી શકી છું. આપની સાથે સાત ફેરાના બંધનમાં બંધાયા ના દિવસે જ એ નક્કી કર્યું હતું અને વચન આપ્યું હતું કે આપની અર્ધાંગિની હોવાથી આપના દરેક કર્તવ્યમાં આપનો સાથ આપીશ. આપે છેલ્લા પત્રમાં જણાવ્યું કે આપ આપણા લગ્નની પ્રથમ વર્ષ ગાંઠ પર નહીં આવી શકો અને કદાચ આ વખતે દિવાળી ઉજવવા કે હોળી પર પણ નહીં આવી શકો અને આપ એક સૈનિકની ફરજ બજાવતા હોવાથી દેશ પ્રત્યેનું દરેક કર્તવ્ય નિભાવવું એ આપની ફરજ છે અને મારે એમાં આપનો સાથ આપવો એ મારી ફરજ છે.

  આપની આ વાત ખુબ જ મહામહેનતે સ્વીકારી માંડ આજે મારું મન મનાવી ચૂકી છું. મને મારી ફરજનું ભાન થયું છે કે દેશનો દરેક સૈનિક તેના પરિવાર માટે નહીં પણ દેશ માટે જીવતો હોય છે. આપણા લગ્નજીવનની ગાંઠ ક્યારેય પણ તૂટશે નહીં કારણ કે મને ગર્વ છે કે હું એક એવા સૈનિકની અર્ધાંગિની છું કે જે પોતાના દેશ માટે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે.

   આપે મને ભેટમાં આપેલી સાડી આપની નિશાની સમક્ષ રાખી મારા હૃદયના ખાલી ઓરડાને અવનવા રંગોથી ભરવાની કોશિશ કરું છું, મારી જિંદગી અનેક રંગોથી રંગેલી હોવા છતાં મૌનના પડેલા ડાઘથી બેરંગ બની પડી છે પરંતુ આપની શોર્યતાનો રંગ તેમાં અહર્નિશ જીવવાની હિંમત પૂરતો રહે છે. આપ ક્યારે આવશો એ નથી જાણતી.. પરંતુ આટલું અવશ્ય જાણું છું કે તમે મારી અમાનત નહીં પણ મા ધરતીના એવા પુત્ર છો જેમને માટે મા ધરાની રક્ષા કરવી એજ શ્રેષ્ઠ બાબત છે.

  આપને મા ધરતી ને હવાલે કર્યા છે છતાંયે મારા મનના કૈક ખાલી ખૂણાઓમાં અને મારા રોમે રોમમાં વિયોગની ચિખો પાડતું મારું મૌન હંમેશા આપની રાહ મા રહેશે.

  લી.. આપના કર્તવ્ય નિષ્ઠ આપની વિયોગમય અર્ધાંગિની.


Rate this content
Log in