વિચારોનું વંટોળ..!
વિચારોનું વંટોળ..!


શું ખરેખર આપણે સમજીએ તે જ સત્ય ? ના એવું નથી , સત્ય ના પણ અલગ અલગ પહેલું હોઈ છે. જે જાણ્યા વગર જ આપણે આપણાં પ્રતિભાવ આપી દેતા હોઈએ છીએ. જે ક્યારેક આપણાં માટે અને બીજા લોકો માટે નુકસાન રૂપ સાબિત થતું હોય છે. જો ખરેખર જોવા જઈએ તો વાત સાવ નજીવી જ હોય છે પણ આખું સત્ય ન જાણતા હોવા થી એ વાત બઉ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને બઉ જ ગાઢ સંબંધો પણ બગાડી નાખે છે. એટલા માટે ક્યારેય પૂરું સત્ય જાણ્યા વગર ઉતાવળ માં કોઈ જ નિર્ણય ના લેતા જે પાાછળ થી બઉ મોટા દુુઃખ નું કારણ બને અને પાછળ થી પછતાવું પડે. સત્ય કડવું જરૂર હશે, થોડું નહિ પરંતુ બઉ જ રડાવશે, હદ થી વધારે હેરાન પણ કરશે, પરંતુ ક્યારેય હારવા નહિ દે એ ચોક્કસ છે. બસ થોડી ધીરજ રાખવાની અને હિંમત જુંટવી ને પોતાની જિદ્દ પર અડગ રે'વા ની જરૂર છે. કેમ કે કોઈએ સાચું જ કહ્યું છે કે રાત ગમે એટલી કાળી અને લાંબી કેમ ના હોય, એની સવાર જરૂર થી પડે જ છે. બસ જરૂર છે તો અથાગ પ્રયત્ન અને અડગ વિશ્વાસ ની .... કોશિશ તો છેેેલ્લા શ્વાસ સુુુધી ના છોડવી જોઈએ કેમ કે કેવાય છે આખરી દાવ અને છેલ્લો ઘા પણ બઉ મોટું યુદ્ધ જીતવી દેતા હોઇ છે.