Nisha Hingu

Others

3  

Nisha Hingu

Others

વેવિશાળ

વેવિશાળ

2 mins
225


       વૃંદાના વેવિશાળની વાત ચાલતી હતી. એટલામાં એનું વેવિશાળ નક્કી થઈ ગયુંં. છોકરો ઉચ્ચ અભ્યાસ કરતો હતો નજીક અને જાણીતું હોવાથી તરત બંનેનું ગોઠવાય ગયું એટલે દીકરીની સગાઈ નક્કી કરી બંને પરિવાર ખૂબ ખુશ હતા એમા પણ દીકરી ના બાપને તો દીકરીનું સગપણ સારા ઠેકાણે ગોઠવાય જાય એટલે બાપનો ભાર હળવો થઈ જાય.

       સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ બંને પરિવારના સંબંધ ગાઢ બનતા જાય છે એવામાં વૃંદા અને વમળ બંને એક બીજાને મળે છે ત્યારે વૃંદાને તેના મોઢામાંથી કાઇ વાસ આવે છે ને કાઇ અજુગતુ હોય એવો અહેસાસ થાય છે. 

      ત્યારબાદ વૃંદા ઘરે આવી ભાઈ ને બધી વાત જણાવે છે. થોડા સમય જતા એના બધા કારનામા બહાર આવે છે જે છોકરો ઉચ્ચ અભ્યાસનું કે'તો હતો એતો ખાલી નાટક જ હોય છે હકીકત માં તે જે શહેરમાં રહેતો હોય છે ત્યા મોજ મજાને આરામની જિંદગી જીવતો હોય છે. એના માં - બાપ પણ આ વાતથી અજાણ હોય છે. દીકરીના ઘરના એના માં - બાપ ને બોલાવી બધી વાત કરે છે. ત્યારે બંને જણા રડી પડે છે ને બિચારા અભણ મા બાપ પૈસા મોકલે ને દીકરો મોજ શોખ પુરા કરવામા પૈસા વાપરે !

   વમળ ને ઘરે બોલાવે છે ને તે બધી ભૂલો સ્વીકારે છે ત્યારબાદ બંને પરિવાર ફરીથી ખુશ થાય છે સમય જતા લગ્નની તૈયારી થવા લાગી પણ લતને આદત છૂટવા મુશ્કેલ બને છે ને ફરી એકવાર દીકરીની પરીક્ષા થાય છે જુઠ્ ને જૂઠાણાથી વાકેફ દીકરી કેટલું સહન કરે ને અંતે દીકરી જ આ સગપણ તોડવા તૈયાર થઈ જાય છે ને સમય જતા બધુ ભૂલી જાય છે ને ફરીથી એની નવી શરૂઆત કરવા લાગે છે ને ફરી એને એનો મનગમતો રાજકુમાર મળી જાય છે ને તેની દુનિયામાં ખુશ રહે છે.


Rate this content
Log in

More gujarati story from Nisha Hingu