વાર્તા નંબર 1 કોનું હૃદય મોટું
વાર્તા નંબર 1 કોનું હૃદય મોટું
🌟 " કોનું હૃદય મોટું" 🌟
એક દિવસ સાંજનો સમય હતો. એક મોટા શહેર ના ચાર રસ્તા પર મુસાફરો પોતપોતાના ઘરે જવા માટે વાહનની સુવિધા ની રાહ જોઈ રહ્યા હતા. એટલામાં એક નાની ઓટો રિક્ષા આવી. ત્યાં ઊભા લોકો રીક્ષા માં બેસવા લાગ્યા, રિક્ષા પેસેન્જર થી ભરાય ગઈ, એટલામાં એક ખૂબ મોટી ઉંમરના એક કાકાનો અવાજ આવ્યો, ઊભો રે બેટા, એમ કહી રિક્ષાની નીચે કંઈક પ્લાસ્ટિકની બેગ માં ભરવા લાગ્યા. એક મુસાફરે જોયું તો લીલી તુવેર ભરતા ભરતા કાકા બોલી રહ્યા હતા , આ શાકભાજી મારા દિકરાને આપવા જાઉં છું, આ અમારા ખેતરનું શાક છે. કાકાની નમ આંખો માં પાણી ભરાય ગયું હતું. બીજા મુસાફરે મદદ કરી અને કાકા બેગ ખોળામાં લઈ રીક્ષામાં બેઠાં. થોડી વારમાં બીજા મુસાફર નું સ્ટેશન આવ્યું, એટલે રીક્ષા માંથી બહાર નીકળી સો રૂપિયા ની નોટ કાઢી રીક્ષા વાળા ને આપી. રીક્ષા વાળા કાકા કહે મારી પાસે સો રૂપિયા ના છૂટા ના મળે, એટલામાં જે કાકાને શાક વણવામાં મદદ કરી હતી એ કાકા બોલ્યા, ઊભા રહો દિકરા, મારી પાસે સો ના છૂટા છે એમ કહી, કાકાની બેગ જોઈને આંખોમાં આંસુ ની ધાર વહી, બેગ ની અંદર થી એક પછી એક, વસ્તુઓ બહાર કાઢી, અને એક નાની પોલીથીન માં માંડ સો રૂપિયા હતા, એ પણ ખૂબ ખુશી થી રીક્ષા વાળા કાકા ને આપ્યા અને કહ્યું આ ગણી લે કેટલા છે? રીક્ષા વાળા કાકા એ પેલા મુસાફર ને 80 રૂપિયા પાછા આપ્યા. આભાર કાકા એમ કહેતાં જ રિક્ષા માંથી અવાજ આવ્યો, લે દિકરા આ પાપડી ખેતર ની છે, ઓર્ગેનિક ખેતી વાળી છે, લઈ જા દિકરા.
શીર્ષક: જેમની પાસે કંઈજ હોતું નથી એમનું હૃદય મોટું હોય છે.(કોનું હૃદય મોટું)
સત્ય ઘટના આધારિત ટૂંકી વાર્તા.
દક્ષા પટેલ ✍️
કરજણ 1 પ્રાથમિક શાળા
વડોદરા, ગુજરાત
