STORYMIRROR

DHRUVKUMAR SONI

Children Stories Inspirational

3  

DHRUVKUMAR SONI

Children Stories Inspirational

વાનરવેડા

વાનરવેડા

2 mins
223

એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા હતા. તે જંગલમાં અમુ નામનું ઉંટ અને જગ્ગુ નામનો વાંદરો પણ રહેતા હતા.

વાંદરો જગ્ગુ ખુબ તોફાની સ્વભાવનો હતો. તે હંમેશા જંગલના બીજા પ્રાણીઓને સતાવ્યા કરતો હતો. તે વાંદરાને એક બચ્ચું હતું. તે બચ્ચું હમેશા ઝાડ પર રમ્યા કરતું હતું. એકવાર જગ્ગુ વાંદરાએ અમુ નામના ઊંટને સતાવ્યો. પણ ઉંટ કંઈ બોલ્યું નહિ. થોડીવાર પછી વાંદરો જગ્ગુ ઘરે પહોચ્યો તો જોયું કે તેનું બચ્ચું ઝાડની પતલી ડાળીઓ વચ્ચે ફસાઈ ગયું હતું. જગ્ગુ એ બચ્ચાને ડાળીઓમાંથી કાઢવાનો ખુબ પ્રય્તન કર્યો, પણ તે કઢી શક્યો નહિ. તે નિરાશ થઈને ઝાડની નીચે બેસી ગયો.

થોડીવાર પછી તે ઝાડ પાસેથી પેલો અમુ ઉંટ પસાર થયો. અમુ એ જોયું કે જગ્ગુ નીરસ બનીને બેઠો હતો. તેણે જગ્ગુને પૂછ્યું, ‘શું થયું જગ્ગુભાઈ, આજ આમ ઉદાસ કેમ બેઠા છો? રોજ તો ખુબ તોફાન કરો છો ને!’ જગ્ગુ વાંદરાએ રડતા મુખે અમુને બધી વાત કરી.ત્યારે અમુએ જગ્ગુને હિંમત આપતા કહ્યું, ‘ જગ્ગુભાઈ ચિંતા ના કરો તમે મારી પીઠ પર બેસી જાઓ. હું તમને એ ઝાડની ડાળીઓ વચ્ચે પહોચાડી દઈશ. ત્યારે જગ્ગુ અમુ પર બેસી ગયો. ઉંટ જગ્ગુને તેનું બચ્ચું જ્યાં ફસાયું હતું ત્યાં તે ઝાડ નીચે લઇ ગયો. ત્યાંથી જગ્ગુ એ પોતાના બચ્ચાને બચાવી લીધું.

જતા જતા અમુએ જગ્ગુને સલાહ આપી કે 'જગ્ગુભાઈ ! ક્યારેય જીવનમાં કોઈને હેરાન ન કરવા જોઈએ. આપણને શું ખબર ક્યારે કોની જરૂર પડી જાય !’ આ સાંભળી જગ્ગુને પોતાની ભૂલ સમજાઈ. તે શરમાઈને નીચે જોવા લાગ્યો.


Rate this content
Log in

More gujarati story from DHRUVKUMAR SONI