Chirag Patel

Others

4  

Chirag Patel

Others

ઉષારૂદન

ઉષારૂદન

1 min
227


મેઘલી રાતમાં તારલા ફૂટતા,

ધ્રૂજતા ઝાકળે આભલાં ઊગતા.


ધૂળિયા મારગે સાથિયા પાડતો,

પૃથિવી છેડતો કેસરી જાગતો.


વાન ભીનો ઉઘાડી નદી હાંફતી,

રાગ છોડી નવેલી ધરા મ્હાલતી.


હાંફળી ફાંફળી થૈ ઉષા ચીખતી,

માનવી દોડતો ‘ને ઘડી ચાલતી.


ભાવતાં ભોજને ઝાડવાં બાખડે,

સોરવી આંસુડાં વલ્લરી ચીપકે.


સાધુતા શામળા મંદિરે લાજતી,

આસુરી વૃત્તિને મેદની પોષતી,


ઝાંઝવા નીરમાં નાવડી ડૂબતી,

માવડી જોમ દેજે, સદા માંગતી,


હૃદયે ઘૂંટતો મૌન, ચીતર્યું આ,

ઘાટ ઘડ્યા હવે સાઠ શબ્દે નવા !


Rate this content
Log in

More gujarati story from Chirag Patel