The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Vikas DAVE

Children Stories

2  

Vikas DAVE

Children Stories

ઉંમર

ઉંમર

1 min
379


અનહદ વર્ષો વિતાવી નાખ્યા મે જીવનના હવે એ યાદ આવે છે,

પરંતુ એમાં પણ બાળપણનો સમય મને બઉજ યાદ અપાવે છે,


બાળપણમાં કરેલી ધમાચકડી અને તોડેલા કાચ લોકો બતાવે છે

પરંતુ એ પપ્પા બનતા મારા માટે ઘોડો એ શમણાં મને સતાવે છે,


મમ્મી ખવરાવતી મને પંપાળીને અને દાદી એક કહાની સુનાવે છે,

કદાચ એમના પ્રેમ માટે જ એ બાળપણ મને હજુ યાદ આવે છે.


વિત્યું બાળપણ હવે જવાની મારા સામે પોતાની બાહો ફેલાવે છે,

કૉલેજમાં કરી લીધા દોસ્તો સાથે ઘણા મોજશોખ મે ખુશી ખુશી,


હવે કેટલાય કરવાના છે કાર્ય મારે પૂર્ણ અહીં એ મને જણાવે છે,

ઉડાવી લીધા ઘણા પૈસા પપ્પાના હવે ખુદ કમાવવાનું શીખડાવે છે,


જવાની તો છે જવાની જ માટે એ પોતાના આછા રંગો બતાવે છે.

ગઈ જવાની અને હવે વૃધ્ધાવસ્થા જીવનના બારણાં ખખડાવે છે,


કર્યા જે સારા-નરસા કામ મે એ કામનો હિસાબ આજે બતાવે છે,

પહેલા બનતા પપ્પા મારા માટે ઘોડો આજે દોહીત્રો મને બનાવે છે,


વિતાવું સમય એમના સાથે કેમકે એ મને મારૂ બાળપણ બતાવે છે,

માટે જે વીતી ગયું એ ગયું હવે મને આ ઉંમરમા જ મજા આવે છે.


Rate this content
Log in