ઉંબરાની આ બાજુ
ઉંબરાની આ બાજુ

1 min

121
જીવનની સતત ભાગદોડ
જીવતા રહેવા માટેની માથાકૂટ
સુખની નિરંતર ઘેલછા
અને વિશ્રામ વિનાની યાત્રા.
એક એવી મુસાફરી જે ઉંબરાની પેલી બાજુ ચાલતી હતી અને એવું લાગતું પણ હતું કે જીવન ટકાવી રાખવા ઉંબરાની પેલી બાજુ નિકળી જ જવું પડશે...
ઉંબરાની પેલી બાજુ એટલો બધો ઘોંઘાટ કે અંદરનો અવાજ જ સંભળાતો બંધ થઈ ગયો અને આપણે પણ જાણે ભૂલી ગયા
એ અવાજને એ શાંતિને....
પણ અચાનક જિંદગી એ એક ચેલેન્જ આપી
જીવવું છે?
તો શાંત થઈ જાઓ.
અને ત્યારે સમજાયું કે શાંતિ તો ઉંબરાની આ બાજુ જ છે અને ઉંબરાની આ બાજુ જીવનનો મર્મ મળવા લાગ્યો.