તો એ સ્ત્રી
તો એ સ્ત્રી
1 min
29.3K
સમય ના બદલાવ સાથે મોટી થયા પછી એ ઉડવાની આશા રાખે તો એ સ્ત્રી. આજે નહી તો કાલે કોઈક આ બંધનો ની બેડી ખોલી સંગાથે લઈ જાશે એ આશા માં ચતુથઁ ભાગ ગુજારીને પણ બંદગી મળ્યા ને હસી ને સ્વીકારે એ સ્ત્રી. લોકો કહે છે એ એનો સ્વભાવ છે, હા માની લીધુ એના સ્વભાવ આધારિત સ્થાન.પણ જીવન, આ એનુ જીવન છે. એવુ કેટલા મોઢે સાંભળ્યુ. જમાનો બદલાયો લોકોનુ જીવનસ્તર ઉચુ આવ્યુ એ સાપની કરચલી ઉતાયૉ બરાબર છે. હજુ વિચારોની સંકુચિતતા એવી માનસિક બિમારીથી હું અને તમે પીડાઈએ છીએ. દવાની દુકાનો બે દિવસના અસર જેવીજ દવા આપી શકે છે. જયારે દુઃખ સંકુચિતતાની જકડ એક પહાડ પર પણ ગભરામણથી મરવા પર મજબૂર કરે એવી છે. ખબર નહી કયારે આપે જીવવા ખાતર નહી પણ જીવવા માટે જીવશુ.
