તારો હું
તારો હું
પ્રિય ધડકન..
આજે ફરી યાદો ને ફંફોસવા તને લખી રહ્યો છું. તારા ગયા પછી કંઈજ ઇટ્સ ઓકે નથી. તારા ગયા પછી જાણે મારું હૃદય ધડકતું જ નથી. હંમેશ તારા વિચારો જ મને સતાવે છે. દિવસ તો નીકળી જાય છે પણ રાત્રે જ્યારે એકલો પડું છું બસ તારા સાથે ગાળેલી હર એક પળ ને સ્મરું છું. ક્યારેક બેમતલબ હસું છું.. કયારે કોઈ કારણ વગર રડી પડું છું.. તું જાણે કેટલી દૂર હો મારા થી કોઈ બીજી જ આકાશગંગામાં.. કે તને મારા સુંધી પહોંચતા સમય લાગી રહ્યો હોય. તારા હાથે ખાધેલી એ ચોકલેટ નો સ્વાદ હજી મારી જીભે છે. તારા સાથે વિતાવેલી પળો હજી મારામાં ક્યાંક જીવે છે. તારુ પેહલી વાર મળવું.. તારો હસતો ચેહરો.. તું મને જ્યારે પણ સ્વપ્નમાં આવ એ બ્લુ ડ્રેસ માં જ આવ. ખબર નહીં તને યાદ પણ હશે કે કેમ. તું એમાં અપ્સરા જેવી લાગે.. આધુનિક અપ્સરા.. જે સ્વર્ગથી ઉતરી હોય અને મનુષ્ય અવતાર લીધો હોય.. કેમ વિસરુ હું... તુ જ બોલ? તું પણ તો ક્યાં ભૂલી હોઈશ. પણ તું ક્યારેય જતાવતી નહીં.. અને હું ક્યારે છુપાવતો નહીં. તને ચાહવા વાળા તો ઘણાં મળશે.. પણ મારા જેવો આશિક કોઈ નહીં મળે. આજે કેટલો સમય થયો.. કે આપણે બેસી ને વાત પણ કરી હોય.. છેલ્લી વખત મેં તને બસ ખુશ જોઈ... દૂરથી. મારામાં એટલી હિંમત પણ નથી કે હું તને આંખ મળાવી જોઈ શકું.. પૂછી પણ શકું તારી નારાજગી નું કારણ. હું એવું નહીં કરું..! હું તને ચાહું છું.. જેટલું એક ફૂલ સુગંધને... ચકોર ચાંદ ને.. હું જીવું છું તો.. તારા શ્વાસોશ્વાસથી.. એક હોપથી.. જવાબ જરૂર આપજે.. તારો હું.
