સ્વતંત્રતા
સ્વતંત્રતા
1 min
241
ન જન્મવાની, ન મરવાની,
ન પરિવારની, ન ધરમની,
ન મારા ખુદનાં નામની,
પસંદગી છે મારા હાથમા,
કયાં છે મારા અસ્તિત્વની સ્વતંત્રતા ?
ઠોકી બેસાડેલા વિચારો,
વારસામાં મળેલા સંસ્કારો અને
જન્મજાત જોડાયેલા સારા નરસાં સંબધો,
કયાં છે મારી પસંદગીની સ્વતંત્રતા ?
આગળ જાઉં તો પાછળ ખેંચે,
ઉપર ઉડું તો નીચે પછાડે,
ખુલ્લામાં વિહરું તો કેદ કરે,
આંસુ સારું તો કાયર કહે,
બહાદુર બનું તો બેશરમ કહે,
કયાં છે મારી પાસે જિંદગી જીવવાની સ્વતંત્રતા ?
ના, સ્વતંત્રતા એ સપનું છે,
જેને સાકાર કરવા લડવું પડશે,
અજુઁનની જેમ સ્વજનની સામે,
સુવું પડશે વિરોધની બાણ શૈય્યા પર.
કયાં છે મારા અસ્તિત્વની સ્વતંત્રતા ?
