સ્વતંત્રતા શાપ કે અભિશાપ
સ્વતંત્રતા શાપ કે અભિશાપ
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આપણને આઝાદી મળી એટલે કે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા. આજે આઝાદીના 75 વર્ષ પૂરા થવા આવ્યા પરંતુ આપણે સ્વતંત્ર છીએ કે નહીં એ આપણી જાતને સવાલ પૂછો, જ્યાં જુઓ ત્યાં સ્વતંત્રતાને આડે આવનારા વિઘ્નો આવ્યા જ કરે છે અને એથી વધુ આજે પોતાનો અવાજ ડામી દેવા માટે લોકો પ્રયત્ન કરતા જ રહે છે.
મારે બસ એટલું જ કહેવું કે સ્વતંત્રતા એટલે શું અને સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ન પ્રવેશે એ માટેના કાળજીપૂર્વક આપણો અભ્યાસ આપણી વિચારસરણી જરૂરી છે અને સ્વતંત્રતા એ માત્ર આપણો અલાયદો અધિકાર નથી બસ એટલે આપણે મન મૂકીને પોતાની જાતને સ્વતંત્ર રહી શકીએ એવું એક સ્વતંત્રતાનો અહેસાસ કે જે આપણા અંતરપુરમાંથી પ્રગટી આવે એને સ્વતંત્રતા કહી શકીએ બાળકો સ્વતંત્ર છે શાળાની અંદર તેમનું મુક્ત મને વર્તન પરિવર્તન અને એમની રહેણી કહેણી આજે જરૂરી છે સ્વતંત્રતાનો એવો અર્થ નથી થતો કે એના પર લગામ ન હોય કેટલીક વાર એવું પણ બને સ્વતંત્રતા માણસ માટે હથિયાર પણ હોઈ શકે.
કેટલીક વાર એવું પણ બને કે સ્વતંત્રતાનો અધિકાર છીનવી લે અને જ્યાં કઈ અવાજ ઉચ્ચારણ કરવાનો થાય ત્યાં આપણને એવું લાગ્યા કરે કે આ સ્વતંત્રતા શાપ છે કે અભિશાપ એ નિર્ણય કરવો મુશ્કેલ બની શકે બસ ખાલી એટલું જ કહેવું રહ્યું કે સ્વતંત્રતા એટલે દિલથી અને ખુમારીથી જીવન જીવવાની કળા.
