Neha Patel

Others

2  

Neha Patel

Others

સપનાની પાંખે

સપનાની પાંખે

1 min
3.0K


આજ-કાલના વ્યસતતા ભરેલા જીવનમાં લોકો પોતાના સપનાંને પૂરા કરવા માટે રોજ સવારથી રાત સુધી આમ-તેમ દરેક માનવી ભટક્યાં કરે છે પણ એને એ ખબર નથી કે કયારે પણ એની જોડે કઈ પણ બનાવ બની શકે છે તો પણ એ સપનાને પૂરા કરવા તેની પાછળ દોટ મૂકે છે. કહેવાય છે કે સપનાઓ જીવન જીવવાની શીખ આપે છે જેના વડે આપણે જીવનને સારું અને શિસ્ત બનાવી શકીએ છે. સપના એક એવી માનવીની એવી માયાજાળ જે માણસને સારો અને ખરાબ બંને પ્રકારનો બનાવી શકે છે. સપનાઓ પરથી માનવીનું જીવન નક્કી થાય છે એ સારો બની પોતાના જીવનને સફળ બનાવે છે કે પછી ખરાબ આદતોથી જીવનનો નાશ કરે છે. સપના આપણને એક વિચારવાની શક્તિ આપે છે જેના થકી આપણે દરરોજ નવું જીવન મળે છે. જો સપના ના હોત તો માનવીનું જીવન અસ્તવ્યસ્ત હોત ના એનામાં જીવન જીવવાની આશા હોત કે ના વિચારશક્તિ કઈ પણ કાર્ય કરવાની કેમ કે સપનાથી જ માનવીના જીવનના ઉદેશ્યનું નિર્માણ થાય છે. તો ચાલો સૌ સાથે મળી ને સપનાંનું વાવેતર કરીએ અને એને પૂર્ણ કરવાના પ્રયત્નો જેથી કરી જીવનને એક સફળતાનો નવો માર્ગ મળે અને સારા જીવનની અનુભૂતિથી આપણું જીવન પસાર થઈ શકે.


Rate this content
Log in