પૂર્વજ
પૂર્વજ
મેરી રોજની જેમ રસોડામાં કામ કરી રહી હતી અને એને કશો અવાજ બહારના રૂમમાંથી આવયો.વિચારે છે ધરમાં તો કોઈ જ નથી તો આ અવાજ કંયાથી આવી રહયો છે.સંભાળપૂર્વક બહાર આવીને જુઅે છે તો બારણાં અંદરથી બંધ છે પણ ટેબલ પર મુકેલ ફળ ગાયબ હતા.હશે પીટર કે ડેવીડ લઈ ગયા હશે.બીજે દિવસે પણ પાછા અવાજો આવી રહયા હતા.આજે એ થોડી ડરી પણ ભાગીને બહાર આવી કોઈ જ નહોતુ પણ એના સોફા પરનો તકિયો નજર નહોતો આવી રહયો.અેને લાગી રહયુ હતુ કે કોઈ એને ડરાવવાની કોશીસ કરી રહયુ છે.ત્રીજે દિવસે રાત્રે બારી~બારણાં ખખડવાના અવાજો આવી રહયા હતા.આવુ રોજ થઈ રહયુ હતું.આજે તો એે હિંમત કરી દિકરાઓના રુમમાં ગઈ.બંને ઘસઘસાટ ઊંઘી રહયા હતા.આજે એના પતિ બહારગામથી આવી ગયા હતા એટલે એમને ઉઠાડી બઘી વાત કરી.કેટલાય દિવસોથી વિચિત્ર બની રહયુ છે.રાત્રે બંને જણ ટોર્ચ લઈને જોવા નીકળ્યા.ઝાડીમાં અવાજ થયો અજવાળામાં વિરાટ પડછાયો ઓઝલ થતો જોયો ઘડકન તેજ થઈ ગઈ શિયાળામાં પરસેવે નિતરી રહયા હતા.ભાગીને ઘરમાં ભરાઈ ગયા.જોન~મેરીને ચિંતા થવા લાગી.એમણે બંને દીકરાઓને સાવઘાન કર્યા .તેઓ પણ શાળાએથી જતા આવતા સતર્ક રહેતા. આજે પીટરે શાળાએથી આવીને દફતર દરવાજામાં જ મુકી રમવા જતો રહયો.આવીને જુએ છે તો દફતર કશે નહોતું.બંને જણ બીજે દિવસે શાળાએ જતાં જુએ છે પીટરનું દફતર ફાટલું~તુટલું ચીંથરેહાલ હાલતમાં ઘરથી દુર પડેલું હતુ.
આજે રાત્રે બારીનો કાચ તુટવાનો અવાજ આવતા બઘા ડરી ગયા.હવે શું?કોઈ ઘરમાં ઘુસીને આપણને મારશે તો?બહાદુરીપૂર્વક એકબીજાનો હાથ પકડી તેઓ નીચે આવયા પણ કોઈ ન દેખાયું ફકત પડદો જોરથી હાલી રહયો હતો.બધાએ નીચે સુવાનુ નકકી કયુૅ. એ રાત્રે જાત જાતના અવાજો આવતા રહયા.પડછાયા બારીના કાચ પર દેખાતા રહયા પણ ઘરમાં અજવાળું હોવાથી કોઈ નજદીક ન આવયું
સવારે ખબર પડી કે પાણી ની બાલદી અને ઝાડને પાવાની પાઈપ બહાર છે જ નહીં.આમ રોજ કંઈનું કંઈ બનતું હોવાથીએક જાતનો ડર પેસી ગયો હતો.હવે તો જરાક પણ અવાજ આવે તો મેરી ગભરાય જાચ.જિસસને યાદ કરે.
આજે તો મકકમ નિર્ધાર કર્યો છે જોન~મેરીએ ગમે તે થઈ જાય આજે રહસય જાણવું જ છે.રાત્રે બંને સુવાનો ડોળ કરી પડયા છે.રાતની નીરવ શાંતિમાં બારી ખુલવાનો અવાજ આવે છે.મેરી હાથમાં વેલણ~ઝાડુ લઈ ઊભી થઈ અને જોનના હાથમાં ચાકુ છે.ધીમે ધીમે મેરી બારી પાસે આવે છે.અંધારી સુમસામ રાત્રી ભયાનક લાગી રહી છે.મેરી બારી બંધ કરવા હાથ લંબાવે છે તેવો જ કોઈએ તેનો હાથ પકડયો એણે જોયું તો મોટા નખવાળા રુંવાટીદાર હાથે એના કોમળ હાથને મજબુત રીતે પકડયો છે.એની ચીસ ગળામાં જ અટકી ગઈ.મહા મુસીબતે વળીને જોયું તો ચિમપાઝી હતો.ઓ તો આપણા પૂર્વજ હેરાન કરી રહયા હતા.
