પુરૂષ એટલે
પુરૂષ એટલે
પુરૂષ એટલે શું ?
પુરૂષ એટલે પ્રેમિકાને પ્રેમ કરતો નિર્દોષ વ્યક્તિ, પોતાનાં પરિવારને સર્વસ્વ માની પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતું વ્યક્તિત્વ, સવારથી લઈને સાંજ સુધી મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો પુરૂષ પોતે ફક્ત બે ટંક થાળી અને થોડા પ્રેમની જ અપેક્ષા રાખતો હોય છે,
પુરૂષ એટલે એકલતામાં આંસુ વહાવતી એક સ્ત્રી, પુરૂષ એટલે પોતાનાં પરિવાર માટે રાત દિવસ એક કરતો જીવ.
પુરૂષ એટલે પોતાની પત્ની અને માં વચ્ચે સોપારી બનતું વ્યક્તિત્વ, સ્ત્રીનાં ગુણગાન ગાનારા સમાજમાં એ પોતે પણ સ્ત્રીના જ ગુણગાન ગાઈને ખુશ રહેનારી વ્યક્તિ એટલે પુરૂષ.
સ્ત્રી એટલે સમર્પણની મુરત જ્યારે પુરૂષ એટલે સમર્પણનું ઉદગમ સ્થાન, સ્ત્રી જ્યારે એવું કહે કે મેં તમારી માટે મારુ ઘર છોડ્યું છે, જ્યારે પુરૂષ તો એની પત્ની માટે ક્યારેક પોતાનાં મા-બાપ પણ છોડી શકે છે એ પણ સ્ત્રીને કારણે,
હા, પુરૂષ જ જાણે છે પુરૂષની વ્યથા, કારણ પુરૂષ એટલે પુરૂષ જ.