પત્રકારની કલમ વિષે
પત્રકારની કલમ વિષે
પત્રકારની કલમની સાર્થકતા કેવી હોવી જોઈએ - જે સત્ય લખીને માનવને જાગૃત કરી આવા પાખંડી, સાધુ, બાવા, ભૂવા, ભૂવીના બુરાઈથી જનતાને ચેતવીને બચાવે છે. જે પત્રકારની રગેરગમાં ‘સત્યમેવ જયતે’નું સૂત્ર છવાઈ ગયું હોય તે સાધારણ, ગરીબ વ્યક્તિને ધ્યાનાં લઈ અને તેઓની ખુશી માટે લખે. આ કારમી મોંઘવારીમાં વ્યાજબી દરે, સમયસર ઘરઆંગણે તેઓના અખબાર પહોંચતું કરી 'તરસ્યાને પાણી મળે' તેવા અહેવાસ કરાવીને ખુશ કરે તે પત્રકાર છે. પત્રકારો દુનિયાના તાજા સમાચાર, લેખો, કવિતાઓ, મહાન વિભૂતિઓની આત્મકથા, જોક્સ, રેસીપી, દરેક હિન્દુ સંસ્થાના તહેવારોના સમાચાર, સંક્ષિપ્ત સમાચાર, ફિલ્મી રસિયા માટે ફિલ્મની માહિતી વગેરે વિપુલ પ્રમાણમાં આપે છે. પરંતુ આજે વધતા જતા ખર્ચને પહોંચી વળવા જાહેરાતો પણ રજૂ કરવી પડે છે. આ જાહેરખબરો પણ ચીજ વસ્તુઓ કે સેવાઓની ખરીદીમાં મહત્વની મદદ કરે છે. પરંતુ અમુક અખબારોના પૈસાદાર પત્રકારો નફાની લાલસામાં પાખંડી સાધુઓના પાપને પોષી (બગભગત સાધુઓ) તેઓની જાહેરખબરો આપીને તગડી રકમ મેળવે છે. આવા બગભગતો દુઃખીયારા અને લાચાર લોકોનું શોષણ કરે છે. ઘણીવખત આવા સાધુઓના પર્દાફાશ થતા જેલ ભેગા કરવામાં આવે છે. વંદન કરું છું 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના સિદ્ધાંતવાદી પત્રકારોને, જેઓએ આર્થિક ફાયદો જતો કરી, આવા પાખંડી સાધુની જાહેરાતોને ઠુકરાવી જનતા માટે નેક કામ કરી પુણ્યની પૂંજી કમાઈ છે. આવા ઉત્તમ કામ કરવા માટે ભગવાન તમોને ખૂબ શક્તિ આપે તે જ પ્રાર્થના છે.
