Nik Nik

Others

2.6  

Nik Nik

Others

પ્રેમની યાદો

પ્રેમની યાદો

6 mins
268


પ્રેમ એટલે શું ?

 પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચે બંધાતો મધુર સંબંધ, પ્રેમ એટલે હર હંમેશા જોડે રહેવા માટેનો સંબંધ, પ્રેમ એટલે એક બીજા દૂર ના રહી શકવા નો સંબંધ. પ્રેમ એટલે એક એવો સંબંધ કે દુનિયાની કોઈ તાકાત એને તોડી નથી શક્તિ પણ શું કોઈ છોકરો કોઈ છોકરી ને આટલો બધો પ્રેમ કરી શકે ખરા ? કે તેની માટે કઈ પણ કરવા તૈયાર હોય પુરી દુનિયાથી લડવા તૈયાર હોય તેના માટે પુરે પૂરો પાગલ બની ગયો હોય જ્યારે કોઈ ખુબજ ચાહનારી ખુબ જ પ્રેમ જેને કરતા હોય તે વ્યક્તિ અચાનક જ તમારી જિંદગીમાંથી એવી રીતે જતી રહે કે જાણે આપણને લાગે આ સ્વપ્ન તો નહતું ને ? પણ ના આ સ્વપ્ન નહિ પણ હકીકત છે જે આ જે હું તમને આ સ્ટોરી સ્વરૂપ જણાવી રહ્યો છું. કારણકે આમાં શરુઆત તો પ્રેમથી થઈ હતી પણ તેનો અંત ખુબજ દુઃખ આપનારો તથા દિલ - દિમાગ અને હિમ્મત ને પુરી રીતે તોડી નાખનારો હતો.  

જે સ્ટોરી હું તમને જણાવવા જઈ રહ્યો છું તે છે એક છોકરો કે જે દેખાવમાં અને એજયુકેશનમાં ખુબજ સારો હોય છે તથા મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે અને એક છોકરી જે પૈસાદાર ફેમિલીમાંથી આવે છે.

અમદાવાદ ની ખુબજ જાણીતી બિઝનેસ કોલેજ કે જ્યાં બંને નું એડમિશન થાય છે. કોલેજ ના દિવસો શરું થાય છે ઘણા બધા છોકરા તથા છોકરી ના ગ્રુપ બનેલા હોય છે તેવાજ એક ગ્રુપમાં અમે બન્ને જણા સાથે હતા, આમ તો શહેર અમદાવાદ એટલે બસમાં પણ આવા જવાનું સાથે જ હત. શરૂઆતમાં તો તેની સાથે વાત કરવામાં ડર લાગતો હતો પણ જેમ જેમ સમય જતો રહ્યો કોલેજ નું એક વર્ષ પૂરું થઈ ગયું પણ વાત મનમાં ને મનમાંજ દબાઈ રહેલી હતી. આમ તો એને પણ કઈ ક કહેવું હતું પણ તે મારી રાહ જોઈએ બેસી રહતી કે આ કંઈક કહે તો આગળ વાત કરું. પરંતુ ગ્રુપ ના મિત્રો ની મદદથી અમે એક બીજા સાથે વાત કરવાની ચાલુ કરી, બસમાં પણ અમે ખુબજ વાત કરતા, વાતો વાતોમાં ક્યાં અમારું બસ નું સ્ટેન્ડ આવી જાય તે પણ ખબર ન હતી રહેતી, જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ અમે નજીક આવતા ગયા એને મારી સાથે વાત કરવી એટલી બધી ગમતી કે ફોન નંબર મને આપ્યો ત્યાર પછી મોબાઈલ કોલ પર ,વહાર્ટસપ ના મેસેજ પર વિડિઓ કોલ પર કે અમારી વાતો ચાલતી જ રહેતી. અમારો આ સંબંધ હવે ધીમે ધીમે ફ્રેન્ડશિપમાંથી લવશીપમાં આવ્યો આમ તો ઘણા બધા કિસ્સાઓમાં છોકરો છોકરી ને પોતાની દિલ ની વાત ફર્સ્ટ ટાઈમ કહે પણ મારા કિસ્સામાં છોકરી એ છોકરા ને સામેથી પ્રોપોઝ કર્યો અને દિલની વાત જણાવી. અમે બંને જણ ખુબજ ખુશ રહેતા હંમેશા બહુ બધી જગ્યા એ ફરવા જાતા, અમદાવાદમાં એવું એક પણ જગ્યા બાકી નહિ હોય જ્યાં અમે ફરવા ના ગયા હોય અમે ખુબજ ખુશ હતા અમારી લાઈફમાં અમે એક બીજા સાથે ખુબજ ટાઈમ પસાર કરતા હતા. પણ સમય પણ હવે તેની ઝડપ પકડી રહ્યો હોય તેમ વીતી રહ્યો હતો કોલેજ ના ત્રણ વર્ષ પુરા થવામાં ફક્ત થોડોક જ ટાઈમ બાકી રહી ગયો હતો અને અમને સતત એ વાત નો ડર સતાવી રહ્યો હતો કે હવે શું હવે આપણે કેવી રીતે મલશુ શું અને શું મળશું પણ ખરા? 

અમારી કોલેજ પુરી થઈ ગયી એ પણ ફર્સ્ટ કલાસે પાસ થઈ અને હું પણ કેમ કે એડયુકેશનમાં અમે બંને ખુબજ સારા હતા અને ફોકસ પણ એટલું જ કરતા હતા. કોલેજ તો પુરી ગઈ હતી અમે મલતા હતા વાતો પણ કરતા હતા એટલી જ પણ હંમેશા મને એ વાત નો ડર સતાવતો હતો કે શું આવો જ સમય હંમેશા રહશે ખરા ? 

અમારા આ સંબંધ નેં હવે ચાર વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં હતા, જે વાત નો ડર મને હર હમેંશા સતવતો હતોએ હવે થવાની તૈયારીમાં હતું. સમય હજુ ધીમેં ધીમે પસાર થાય છે ઘર ની પરિસ્થિતિ ને જોતા હું નોકરીએ લાગ્યો એટલે અમારું મળવાનું ઓછું થયું. મેં મારા ઘરે એને એક વાર બોલાવી ઘરે બધા સાથે તેની મુલાકાત કરાવી તેને પણ બહુ જ સારું લાગ્યું મારા ઘરે પણ બધા ખુશ હતા અમારા સંબંધથી હવે અમારું મળવાનું મહિનામાં ફક્ત રવિવાર ના દિવસે જ થતું હતું એ પણ ફક્ત બે જ વખત, અમે હજુ પણ મલતા ત્યારે ખુબજ વાતો કરતા હસતા ટાઈમ સ્પેન્ડ કરતા અને હજુ પણ મને એનો સાથ અને તેને મારો સાથ એટલો જ ગમતો હતો 

પરંતુ હવે અમારો આ પ્રેમ એ એક વળાંક લઈ રહ્યો છે જે ડર હંમેશા સતાવતો હતો તે હવે થવા જઈ રહયુ છે. માર્ચ મહિનાનો એ રવિવાર અને એ દિવસે તેનો જન્મદિવસ હતો હું ખુબજ ખુશ હતો એટલે મેં એને વહેલી સવારે ફોન કર્યો અને તેને વિષ કરું અને મેં તેને મળવા માટે નું કહ્યુ પણ તેને ના પાડી પણ મેં એને ખુબજ પ્રયત્ન કર્યો મનાવવા માટે ત્યારે તેને હા પાડી એ પણ થોડોક ટાઈમ માટે. હું એ દિવસે તેને સરપ્રાઈઝ આપવા માટે એક ગોલ્ડ રિંગ લઈને આવેલો હતો અન લેડી'સ વૉચ પણ અમે એક ગાર્ડનમાં મળવાનું નક્કી કરેલ હતું તે આવી અમે બેઠા થોડીક વાતો કરી પણ એના ચહેરા પર પહેલા જેવી ખુશી ન હતી મેં એને ખુબ પુછવાનો પ્રયત્ન કર્યો કે શું થયુ છે ત્યારે તેને એક જ કીધું કે આપણા પ્રેમ નો આ અંત થવા જય રહ્યો છે આપણે હવે કયારેય મલશું નહિ અને ક્યારેય વાત પણ નહિ કરીએ, આ સાંભળી ને મારા પગ નીચ્ચેથી જાણે જમીન ખસી ગઈ હોય અને દિલ દિમાગ એક દમ જાણે બંધ થઈ ગયા હોય કામ કરતા તેવી હાલત થઈ ગઈ મારી આંખોમાંથી ફક્ત આંસુ નીકળતા હતા અને મેં એને કે તું કેમ આ બધું બોલી રહી છે ? તને શું થઈ ગયુ છે ? શું તને ભાન છે તું શું બોલી રહી છે અને આમ કહી ને બસ જવા માંડે છે. મેં એને ખુબજ રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ન રોકાઈ અને જતા જતા મેં એને રડતા અવાજે કીધું કે આ ગિફ્ટ મેં લીધી છે ફક્ત તારા માટે તો પ્લીઝ માન રાખી ને લઈ લે અને હેપી બર્થ ડે. ગોડ બ્લેસ્સ યુ. . . .  

એ ગઈ તેના પછી એક પણ વાર તેને મને કોલ કે મેંસેજ કરવાનો પ્રયત્ન નથી કર્યો અને મેં ખુબ જ કોલ કાર્ય પણ તેના નંબર બંધ આવતા હતા અને કદાચ નંબર બદલાવી પણ નાખેલ હોય જે મારી પાસે ન હતા. આવી રીતે બે વર્ષ બીજા નીકળી જાય છે તેની યાદોમાં હજુ પણ હું તેના મેસેજ કે કોલ ની રાહ જોઈ ને બેસતો કે તે આવી જશે પણ વધારે સમય પસાર થયો અને ન્યૂઝ મળે છે કે તેના લગ્ન થઈ ગયા છે ખુબજ ઊંચા ઘરમાં પૈસાદાર ફેમિલીમાં અને તે ખુબજ ખુશ છે તેની જિંદગીમાં અને હવે કદાચ એને હુ મારી ગિફ્ટ તથા મારી ફીલિંગ્સ મારો પ્રેમ યાદ પણ નહિ હોય.  

આજે હું પણ મારી જીન્દગીમાં બધું ભુલાઈ ને આગળ વધી ગયો છો અને ખુબજ ખુશ છું. અને એક સફળ બિઝનેસમેન છું અને ખુબજ મહેનત કરું છું.

મેં હજુ લગ્ન નથી કર્યા કેમ કે હું મારો પૂરો સમય મારી ફેમિલી ને તથા મારી કંપની ને આગળ વધારવામાં વર્ક પર આપું છુ.

હું તમને મારી જિંદગી ના જે પ્રેમ ના અનુભવો થયા છે તેના પરથી તમને જનાવવા માંગુ છું કે ચાહે છોકરી છોકરા ને પ્રેમ કરે અથવા છોકરો છોકરી ને પ્રેમ કરે તો તે પૈસા જોઈ ને ના કરતા તે પ્રેમ દિલથી કરજો ઈમાનદારીથી કરજો કેમ કે પ્રેમ એ કોઈ મજાક કે વસ્તુ નથી કે કોઈ પણ આવીને રમીને જતું રહે.  

એક શાયરી જતા જતા. . .

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે પણ સમય આવે ત્યારે એવું એક હોવું જરૂરી છે જે દિલથી કહે ચિંતા ના કર હું છું ને તારી સાથે.

અલવિદા દોસ્તો . . .


Rate this content
Log in