પ્રેમ
પ્રેમ
પ્રેમ શું છે ? એવો સવાલ શું તમને આજ સુધી ઊભો થયો છે ? "શું મને કોઈથી સાચો પ્રેમ થયો છે ?" એ સવાલ તો ઊભો થયો જ હશે. પણ તમારો સવાલ તમારા જ જવાબમાં હશે. પ્રેમ સાંભળી તમને સૌથી પહેલું મોઢું જેનું યાદ આવે કદાચ એ જ તમારો સાચો પ્રેમ હશે. કંઈક તો હશેને આ બે શબ્દમાં કે રોમિયો-જુલિએટ, રાધા-કૃષ્ણ જેવી કથાઓ આજ સુધી સૌને યાદ રહી. કદાચ એક પ્રેમ જ એક એવી લાગણી છે જે બધી લાગણીઓને પાર કરે છે.
પ્રેમમાં માણસને સુખ-દુઃખ, ઈર્ષા, ગુસ્સો, ઉત્સુકતા આ બધી લાગણીઓ અનુભવાય છે. તેથી જીવનમાં સાચો પ્રેમ હોવો ખૂબ જરૂરી છે. ઘણાં લોકો સાચાં પ્રેમ માટે પણ તરસતા હોય છે. પછી એ પ્રેમ મા-બાપ, દેશ પ્રેમ, કે પછી પ્રેમી-પ્રેમીકાનો પણ હોય શકે છે. પણ ગમે એનો હોય એક વસ્તુ હંમેશા યાદ રાખજો. પ્રેમમાં ઘણી વાર ઝૂકવું પડે તો ઝૂકી જજો, કંઈક બલિદાન કરવું પડે તો કરી દેજો. કારણ સાચો પ્રેમ એટલી જલ્દી અને સરળતાઈથી નથી મળતો. પ્રેમ ખૂબ અમૂલ્ય છે.
