jayvashi anantbhai

Others

3  

jayvashi anantbhai

Others

પપ્પા હું જાઉં છું

પપ્પા હું જાઉં છું

1 min
14.1K


'પપ્પા હું જાઉં છું ' આ સાંભળવું એનાં માટે કંઈક નવું ન હતું.

કયારેક રમવા જતી વખતે તો કયારેક મામા મોસાળ જતી વખતે એ હંમેશાં આવું કહીં ને જતી. આવું સૌપ્રથમવાર એણે સ્કુલે જતી વખતે પોતાનાં કોમળ હાથ એનાં ગાલ ઉપર ફેરવતાં ફેરવતાં કહેલું,

આજે, અચાનક આ જ વાક્ય સાંભળીને એકાએક વૃધ્ધ થયેલાં માણસને ભૂતકાળનાં ભોયરામાં હળસેલી નાખ્યો.

સ્કૂલથી લગ્ન મંડપ સુધીનું અંતર એને ખૂબ જ ટૂંકું લાગવા લાગ્યું.

વર્ષો પહેલાં ગાલ ઉપર પડેલાં કોમળ હાથ આજે ઘરની દિવાલ નાં છાપા બની ગયા. ને રોજ સાંજે પાછાં ફરવાની શરતે હસતાં મોઢે સ્કુલ બસમાં બેસતી દિકરી આજે રડતાં મોઢે ડોલીમાં બેઠી ત્યારે ફરી એક વાર બોલી ઉઠી 'પપ્પા હું જાઉં છું ' ....

 હવે એને સ્કૂલયુનિફોર્મ અને પાનેતર વચ્ચેનો ભેદ બરાબર સમજાય ગયો છે.


Rate this content
Log in