Viraj Solanki

Others

3  

Viraj Solanki

Others

પોલીસ સ્ટેશનમાં

પોલીસ સ્ટેશનમાં

3 mins
7.2K


 હું રાહ જોઇ રહ્યો છું. હું રાહ જોતો બેઠો છું. ઝાડ નીચે બેઠો છું. પોલીસ સ્ટેશનમાં બેઠો છું. પોલીસ ઓફિસરની રાહ જોતો બેઠો છું. સ્ટેશનની બહાર ઝાડ નીચે. પોણા છ વાગવા આવ્યા છે. રાહ જોવાઈ રહી છે ઓફિસરની અમારા દ્વારા. અમારા છ મિત્રો દ્વારા. મન વિચારોના વંટોળે ચડ્યું છે - વ્યવસ્થાના વિચારો, પોલીસના વિચારો, દેશના વિચારો , ભ્રષ્ટાચારના વિચારો, રાજનીતિના વિચારો, કેટલા બધા વિચારો .. વિચારો જ વિચારો . . ચિંતા વ્યવસ્થાની બધી , અમારી પણ. . .         

આજે સવારે જિંદગીમાં પહલી વાર પોલીસ સ્ટેશનમાં આવવાનું થયું. ફોન આવ્યો સવારે

"વિરાજભાઈ ક્યાં હોસ્ટેલમાં છો? "

"હા , કેમ?? "

"તો જરા નીચે આવજો ને આપણે પેલા દિવસે ડામોર સાહેબને હોસ્ટેલના પ્રૉબ્લેમની રજુઆત કરી હતી. હવે, સાહેબે પોલીસ ફરીયાદ કરી છે કે વિદ્યાર્થીઓ તેમને માનસિક દબાણ આપે છે અને આત્મહત્યા કરવા પ્રેરે છે તો જરા સ્ટેશન જવું પડશે. "

"ઓકે ચાલો આવું જ છું હું. "                 

પી.આઈ. સાહેબને મળ્યા અમે. સાહેબ શાંત જણાયા. તેઓ આ બધી બાબત પામવાનો પ્રયત્ન કર્યો. શાંતિથી અમને જવાબ આપ્યો કે એ વોર્ડન સાથે વાત કરશે આ બાબત માં. અમે હોસ્ટેલ પાછા ફર્યા. મને ઘણી નવાઈ લાગી કે બધું કેટલું સરળ હોય છે નહી ? મેં તો વિચાર્યું હતું કે પોલીસ ગાળો આપશે, ધમકીઓ આપશે, વગેરે પણ આવું કશું જ ન બન્યું. એટલે નવાઇ લાગી. મારા મનમાં તંત્ર ની બહુ જ સરસ છાપ પડી.

'ફર્સ્ટ ઈમ્પ્રેશન ઇસ લાસ્ટ ઈમ્પ્રેશન' વાળું અહીં ખોટું પડવાનું હતું . ફર્સ્ટ ઇમ્પ્રેશન ચેંજ થવાની હતી. થઈ. સાંજે જ થઈ. ફોન આવ્યો-ફરીથી. હું ગયો ફરીથી. જાણે સવારે અમે આવ્યા જ ન હોય એવું વાતાવરણ હતું . મનેય લાગ્યું કે સવારે તો ખોટા પત્થર જોડે માથા ટકરાવ્યાં હોય એવું. ટકરાવ્યાં જ હતા. એક વાત નવી જાણવા મળી કે પોલીસ કેસમાં જે ઓફિસરને ફરિયાદ લખાવી હોય એ જ સોલ્યુશન કાઢે બીજાને મળી ને સમય બરબાદ નો કરાય. અત્યારે સાહેબ હવે બંધોબસ્તમાં છે એટલે રાહ જોવી પડશે. રાહ જોવાઈ રહી છે . પોલીસ સ્ટેશન કેટલી નીરસ જગ્યા છે એ હવે ખબર પડી. બધી સરકરી કચેરીની જેમ જ. સવારે જે વધારે પડતી સારી છાપ પડી ગઈ હતી એ ભૂંસાવવા લાગી છે .

એક વાત બહુ અજીબ છે સમજાતી જ નથી સાલી. જો તમે દરેક ઓફિસરનું કામ વ્યક્તિગત જોવા જાવ તો બધું જ ઠીક ચાલતું હોય છે પણ મેક્રોસ્કોપીક વ્યુ બહુ જ ખરાબ. તમે કોઈ એક ઓફિસરને આંગળી ચિંધીને ના કહી શકો કે આ વ્યક્તિનું કામ નથી બરાબર. આમ તો બધું બરાબર જ છે પણ રીઝલ્ટ જ એક બરાબર નથી દેખાતું. હું આવુ વિચારુ છું, દરેક મારી ઉંમરનો વિદ્યાર્થી આવું વિચારે છે તો પછી આ બધા ઓફિસરો પણ આવું જ વિચારતા હોવા જોઇએ. મને દેશદાઝ છે, મારી સાથે ભણે એ બધાને છે તો આ ઓફિસરોને પણ હોવી જ જોઈએ. હશે જ. પણ રીઝલ્ટ કેમ શૂન્ય છે એ નથી સમજાતું મને. લાગે છે વાર લાગશે મારે. ઘડીક તો એવી ઇચ્છા થઈ ગઈ કે જો આમાંથી કોઈ ડાયરી લખતું હોયને અને મને આ વાંચવા મળી જાય અટલે બધુ સમજાય જાય કે પ્રોબ્લેમ ક્યાં છે.       

મને બીજાની ખામીઓ દેખાય છે, મને સિસ્ટમની ખામીઓ દેખાય છે પણ મારી નથી દેખાતી . આ જોવી પડશે. જો બદલાવ લાવવો છે તો પોતાની ખામીઓ જોવી પડશે. બીજાનીડાયરી ઓ વાંચવી પડશે. પ્રોબ્લેમ જ એ છે કે એક તો આપણને બીજા આપણી ખામીઓ બતાવે એ આપણને ગમતું નથી અને આપણે બીજા ને બતાવતા નથી કેમકે આ તેને પણ નથી ગમવાનું. હવે આપણે આ ગમા-અણગમાથી ઉપર આવી ને વિચારવાની જરૂર જણાય છે. એક વાત આ લોકો બેઠા-બેઠા , રાહ જોતા-જોત કરી રહ્યા છે કે આ તો સારુ છે કે મીડિયા છે બાકી આપણો કોણ ભાવ પુછત ? સાચી વાત જ છે ને . કોઈ સરકારી ખાતું બીજા ખાતાને નારાજ કરવા નથી માંગતું. તો પછી વ્યવસ્થા કેમ ચાલશે ? ખોટુ કરે છે એને નારાજ તો કરવા જ પડશે ને ? ખુશ તો આપણે કરીએ જ છીએ બધાયને, વખાણ તો આપણે કરીએ જ છીએ, જરૂર છે માત્ર નારાજ કરવાની.  ચાલો એક ડગલું આ તરફ આગળ વધીએ, 'નારાજ કરીએ' .


Rate this content
Log in