પિતા મારો પડછાયો
પિતા મારો પડછાયો
મારા પિતા (પપ્પા) શું કહું એમનાં માટે ? એક "વડવાઈ" જેવું એમનું "વ્યક્તિત્વ". જે કઈજ નઈ માંગતા અવિરત આપતો "છાંયો" એટલે મારા પપ્પા.
બસ, જેમને કદીયે કાઈ પણ કહેવાની જરૂર નથી પડી બસ વણકહયે મારાં હાવભાવ અને મનોઈચ્છા ને આંખોથી સમજી જતા એટલે જ મારા પપ્પા.
એક પિતા એના આખા જીવનકાળ દરમિયાન કેટલુંય ત્યાગતા હોય છે, કેટલુંય બલિદાન આપતાં હોય છે, જેમનું જીવન કદાચ પોતાની માટે જરાય નહીં રહેતા બસ, સર્વસ્વ ન્યોછાવર હોય છે પોતાના પરિવાર અને પરિવારનાં સદસ્યો માટે, જ્યાં દરેકની ખૂશી જ એમની પોતાની ખૂશી બની જતી હોય છે, એવા વ્હાલસોયા મારા પપ્પા.
આખું જીવન માતા, પિતા, પત્ની અને બાળકો માટે હસતા હસતા પોતાનું સર્વસ્વ "ખર્ચતા" એવા મારા પપ્પા જેમણે પોતાની કેટલીયે ખુશીઓ હસ્તે મોઢે "વહાવી" દીધી હશે અમારી માટે એવા મારા જીવથી પણ વધારે "પ્રાણપ્રિય મારા પપ્પા".
એક "વડ"નું ઝાડ જેવી રીતે પોતાની "શાખાઓ" ને વિસ્તૃત કરતું જાય અને લોકોને છાયો આપતું જાય એવું એક પિતાનું "જીવનચરિત્ર" હોય છે.. એક સ્ત્રી "કોતરાતી" પોતાના હૈયાની "વેદનાઓ" વ્યક્ત કરવામાં જેટલી સક્ષમતા દાખવી શકે છે ને એવી જ રીતે વિપરિત બીજી બાજુ એક પુરુષ કોઈપણ વ્યક્તિ પાસે પોતાને "હળવો" નથી કરી શકતો.
એક સ્ત્રી પોતાની લાગણીઓ વ્યક્ત સહજ રીતે કરી શકે છે, રડી શકે છે. એવી જ રીતે વિપરિત બીજી બાજુ એક પુરુષ જાહેરમાં પોતાના આંસુઓ કોઈના ખભા પર ઠાલવી નથી શકતો... એને એક એવો ખૂણો શોધવો પડે છે જ્યાં એને રડતા કોઈ જુએ નહિ.
એક પિતાની "ઝાંખી" લખવી અને શબ્દો થકી વર્ણવવી એક ખૂબજ કઠિનાઈ ભર્યું કાર્ય છે. આખું જીવન હસતા મોઢે પોતાના બાળકો માટે એમની ખુશીઓ માટે ખર્ચી નાખતા મારા પિતાને હું આ નાનકડી વાર્તા થકી શત શત વંદન કરું છું.
એક પિતાના ત્યાગ અને બલિદાનની તો એક સંતાન ક્યારેય નાનકડી વ્યાખ્યા કરવા માટે પણ સક્ષમતા નથી દાખવી શકતો એટલું એક પિતાં નું "સામર્થ્ય" અને "ત્યાગ" જે એમણે આપણી પાછળ કર્યો હોય છે.
પોતાના સંતાનની પાછળ એના જન્મથી લઈ ને કદાચ, પોતાનાં કેટલાય અમૂલ્ય વર્ષો જેની કદાચ ક્યારેય કોઈજ ગણત્રી કરવી મુશ્કેલ છે, એવાં એક પડછાયાં ની જેમ અવિરત પોતાના સંતાન માટે એની પર ક્યારેય કોઈ મુસીબત ન આવે એની માટે અડીખમ એક "સ્તંભ" જેવો ઊભો રહેતો એક પિતા નો"અણમોલ" "આશીર્વાદ" એટલેજ મારા પપ્પા.
આજે ફાધર્સ ડે છે, પરંતુ આપણે સંતાન આપણાં માતપિતાના આપણાં પર કરેલાં "પ્રેમ", સંસ્કારના " સિંચન" અને એમના આપણી પરનાં ઉપકારનો ક્યારેય બદલો વાડી નથી શકતાં.... ક્યારેય નહિ કારણ, આપણી અંદર એટલી સમાર્થતા પ્રભું એ અર્પી જ નથી.
