પેનનો જાદુ
પેનનો જાદુ
રાજુ નામનો એક છોકરો હતો. તે એક પ્રાથમિક શાળામાં ભણતો હતો. તેના પપ્પા એક સારા વૈજ્ઞાનિક હતા. તેઓ આખો દિવસ કોઈને કોઈ પ્રયોગો કરતાં જ રહેતા. રાજુનો પરિવાર પૈસે ટકે સુખી હતો. રાજુની બધી જ જરૂરિયાતો પૂરી થતી હતી. પણ રાજુ ભણવામાં ખુબ ધીમો હતો. તે ભણવામા બિલકુલ ધ્યાન આપતો નહિ. બસ આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરતો હતો.
એમ કરતાં કરતાં ભણવાનું વરસ પૂરું થવા આવ્યું અને પરીક્ષાના દિવસો નજીક આવ્યા. રાજુની ચિંતા વધવા લાગી. તેને આખું વરસ ભણવામાં ધ્યાન આપ્યું ન હતું. હવે તે પરીક્ષામાં પેપરમાં શું જવાબ લખશે! એમ વિચારતો રાજુ એકવાર પોતાના ઘરે તેના પપ્પાના રૂમમાં ગયો. ત્યાં તેને જોયું કે તેના પિતા એક બોલપેન પર કોઈ પ્રયોગ કરી રહ્યા હતા. તેને તેના પપ્પાને પૂછ્યું, ‘પપ્પા તમે શું કરો છો?’ તો એના પપ્પા એ જવાબ આપ્યો, ‘બેટા હું એક જાદુઈપેન બનવું છે. જે પેન બધા જ પ્રશ્નો ન જવાબ સાચા જ લખે. અને જો આ પેન તૈયાર થઈ ગઈ છે.’
આ સાંભળી રાજુ ખુશ ખુશ થઈ ગયો. તેને કાલે પરીક્ષામાં પપ્પાની જાદુઈ પેન લઈને પેપર લખવા જવાનું નક્કી કર્યું. તેણે સ્કુલ જતી વખતે પોતાના પપ્પાની જદુઈપેન પોતાની સાથે લઇ લીધી. પછી તે સ્કુલ પહોંચ્યો અને પેપર લખવાનું શરુ કર્યું. અને એ પેન તો ખરેખર જાદુઈ હતી. રાજુને બધા જ પ્રશ્નોના જવાબ સાચે સાચા આવડી ગયા. રાજુ તો ખુશ ખુશ થઈ ગયો. એમ કરતાં કરતાં પરીક્ષા પૂરું થઈ ગઈ. અને પરિણામનો દિવસ આવી ગયો. રાજુ આખા વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયો. આ જોઈને શાળા નાં બધાજ શિક્ષકોને નવાઈ લાગી. તેમણે ફરીથી રાજુના બધા પેપર ચેક કર્યા. પણ તેના બધાજ પ્રશ્નો સાચાં હતા.
પરીક્ષા પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. અને રાજુને ઇનામ મળવાનું હતું. એટલે તેના પપ્પાને પણ શાળામાં બોલાવવામાં આવ્યા. રાજુના પપ્પાને ખબર હતી કે રાજુ ભણવામાં એટલો બધો હોંશિયાર નથી. તો પછી તે પ્રથમ નંબર કેવી રીતે આયો. પછી તેમણે રાજુના દફતરમાં તપાસ કરી તો તેના દફતરમાંથી જાદુઈપેન મળી. તેના પપ્પાને બધી ખબર પડી ગઈ. ઇનામ વિતરણના દિવસે રાજુના પપ્પાએ પ્રથમ નંબરનું ઇનામ લેવાની ના પડી અને બધાને સાચી હકીકત કહી. રાજુને પણ ઠપકો આપ્યો, ‘મહેનત કર્યા વગર શોર્ટકટ મારવાથી સાચી વિદ્યા મળતી નથી.’ રાજુને પણ પોતાની ભૂલ સમજાઈ.
રાજુએ પોતાના શિક્ષક અને પપ્પાની માફી માંગી. અને ફરી કોઈ દિવસ આવું નહિ કરે તેની ખાતરી આપી. આપણે પણ જીવનમાં આગળ વધવા માટે શોર્ટકટ રસ્તો નહિ શોધવો જોઈએ. પણ મહેનત કરીને આગળ વધવું જોઈએ.
