નવી મા
નવી મા
એક ગામ હતું તે સમય દિવાળીના બીજા દિવસ એટલે કે નવા વર્ષની સવારની વાત હતી. એ દિવસે અમે બધા નવા વર્ષની સવારમાં તાજગીભર્યા વાતાવરણમાં અંગડાઈ મરોડતા ઊભા થવાની તૈયારીમાં હતા. ને અચાનક રો-પોકરનો અવાજ સંભળાર્યો અને જોયું તો એક બેન એકદમ નાના નવજાત શિશુને લઈ ચાલતા આવતા હતા અમે આ બધું જોઈ સ્તબ્ધ બની ઉભા રહી ગયા અને જાણે કે આભ તૂટી પડ્યું એવું લાગ્યું અને એ છોકરાના પપ્પા તો બેહોંશ થઈ ગયા અને કંઈ જ બોલી શકતા ન હતા.
સમય જતા છોકરાઓ છ મહિનાના થયા ત્યારે આ છોકરાઓ માટે "મા"ની શોધખોળ કરવા લાગ્યા અને એક ગામથી એક સ્ત્રી તૈયાર થઈ અને તે સ્ત્રી પહેલા તો આ નાના છોકરા સામું જોતી પણ ન હતી પણ સમય જતા તે નાના છોકરાઓના રૂદનથી તેનું હૈયું પીગળી ગયું અને તેને બધાં સામું પ્રતિજ્ઞા લીધી અને તેને પોતે પોતાનું સંતાન ન થયા દેવા વચન આપ્યું અને તેને તે બાળકોનું માનું વાત્સલ્ય આકર્ષીત કરતું હતું જેના કારણે તેને તે છોકરાઓને જનેતા મા જેવો જ પ્રેમ આપ્યો અને આજે તેમને પોતે સારી જગ્યાએ બંને ભાઈ-બહેન નોકરી કરે છે. ધન્ય છે એ જનેતાને કે આવી દિકરીને જન્મ આપ્યો અને નવી મા તરીકે સારૂ એવું આકર્ષણ જમાવ્યું.
