Jignesh Vaghela

Others

3  

Jignesh Vaghela

Others

મુક્તિ-બંધન

મુક્તિ-બંધન

5 mins
7.2K


"બેટા, અમે લોકો બે દિવસમાં પાછા આવી જઈશું. ગમે તે પરિસ્થિતિમાં ગભરાતો નહિ." પવનની મમ્મી બોલી. પવન બોલ્યો, "તમે શાંતીથી ઘરે આવજો. ચિંતા ન કરતાં." પવનના ઘરના સભ્યો બહારગામ ગયા હોવાથી પવન એકલતા અનુભવતો હતો. પવને ફોન કરીને પોતાના મિત્રો ચમન અને અવિનને બોલાવ્યાં. ત્રણેય મિત્રો કૅરમ રમતાં રમતાં મજા કરતા હતા. અચાનક વીજળી જતી રહી. બારી - બારણા બંધ ચાલુ થતાં હતાં. પવન સૂસવાટા મારતો વાતો હતો.

પવન બોલ્યો, "હું બેટરી લઈને આવું છું. પવન બીજા રૂમમાં બેટરી લેવા ગયો અને અંધારામાં તેનાથી કાચનો ગ્લાસ તૂટી ગયો. પવન બેટરી શોધતો હતો એટલામાં જ લાઈટ આવી ગઈ. કાચનો ગ્લાસ જે ટેબલ પર પડ્યો હતો તે એવો ને એવો જ ટેબલ પર હતો. કાચનો એકપણ ટૂકડો જમીન પર ન હતો. આ જોઈને પવન ખૂબ ડરી ગયો. ચમન બાથરૂમમાંથી પાછો ફર્યો અને અરીસામાં જોતા જ તેણે જોરથી બૂમ પાડી "પવન, અવિન જલ્દી આવો. ત્રણેય મિત્રોએ અરિસા પર લખેલું લખાણ વાચ્યું, "તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે.' બીજા દિવસે પવન નહાવા ગયો. બાછરૂમમાં તે ફુવારો ચાલુ કરીને નહાતો હતો તે જ વખતે ફુવારામાંથી લોહી વહેવા માંડયું.

પવન તરત જ બાથરૂમમાંથી બહાર આવીને બોલ્યો, "અવિન, ચમન જલ્દી આવો. બાથરૂમમાં પાણીની જગ્યાએ લોહી આવે છે." ચમન અને અવિને બાથરૂમમાં આવીને જોયું તો ફુવારામાંથી પાણી જ આવતું હતું. ચમન પોતાના ઘરથી દૂર મોબાઈલમાં બેલેન્સ કરાવા ગયો. રસ્તો સૂમસામ હતો.

અચાનક ચમનના ટી-શર્ટ અને પેન્ટ આપમેળે નીકળી ગયાં. ચમનના શરીર પર ફક્ત એક જ વસ્ત્ર રહ્યું. એ એક વસ્ત્ર પણ નીકળી જાય તે પહેલાં પોતાના ઘર તરફ ઝડપથી ભાગ્યો. રાત્રે અવિન પોતાના રૂમમાં સૂતો હતો. એક કપડું ઉડતું ઉડતું આવ્યું ને કોઈએ તેના મોઢાં પર કચકચાવીને બાંધ્યું. અવિનના હાથ-પગ પણ પલંગ પાસે બાંધી દીધા. ઘણા પ્રયત્નો પછી પણ તે ખોલી શક્યો નહિ. આખરે થાકીને તે ઊંઘી ગયો. બીજા દિવસે ઘરનાએ અવિનના રૂમનું બારણું ખખડાવ્યું પણ ન ખુલતા તેના પપ્પા બારીમાંથી આવ્યાં. અવિનના હાથ-પગ ખોલ્યા, મોંઢા પરથી કપડું પણ હટાવ્યું.

ત્રણેય મિત્રો શહેરથી દૂર આવેલાં વોટરપાર્કમાં ગયા હતા. રાત્રે પાછા ફરતી વખતે ગાડી બંધ થઈ ગઈ. ગાડીમાં એકાએક આગ લાગી એટલે ત્રણેય જણા ગાડીમાંથી બહાર આવ્યાં. અવિન, પવન અને ચમન ત્રણેય જણા ખૂબ ગભરાઈ ગયાં. ચમન ત્યાં જ ગાયબ થઈ ગયો. અવિન અને પવને ચમનના નામની ઘણી બૂમો પાડી. ચમન બોલ્યો, "ઉપર જુવો."

પવન અને અવિને ઉપર જોયું તો ચમન આકાશમાં લટકતો હતો. એટલમાં જ અવિન અને ચમન પણ ચમન જોડે લટકી ગયાં. ત્રણેય જણા ગોળ ગોળ ફરવા લાગ્યા. પછી ઊંધા માથે લટકી, ગોળ ગોળ ફરવા લાગ્યા. અડધા કલાક સુધી ગોળ ગોળ ફરતાં જોરથી જમીન પર પટકાયા. ત્રણેયને થોડી ઈજા થઈ. બે કલાક જંગલમાંથી ચાલીને માંડ માંડ પોતાના ઘરે પહોચ્યાં.

સતત એક મહિના સુધી ત્રણેય મિત્રો ખૂબ હેરાન થયા. એક દિવસે કહ્યું, "મિત્રો આવી રીતની હેરાનગતી કોઈ આત્મા જ કરી શકે." પવન બોલ્યો, "સાચી વાત છે." ચમન બોલ્યો, "આપણે હેરાન થયા ત્યારે કોઈ વ્યકિત હાજર ન હતી એટલે કોઈ આત્માનું જ કારસ્તાન છે." અવિન બોલ્યો, "હું એક તાંત્રિક બાબાને ઓળખું છું." ચમન બોલ્યો, "આવતી કાલે જ જઈએ." બીજા દિવસે ત્રણેય મિત્રો તાંત્રિક બાબા વિશ્વંભરની ગૂફામાં ગયા.

અવિન અને તેના બે મિત્રોએ બાબાને પ્રણામ કર્યા. અવિન, પવન અને ચમન કેવી રીતે હેરાન થયા તે વાત કરી. બાબા બોલ્યા, "તમારી વાત મેં સાંભળી એ પરથી જાણી લીધું કે આ કાર્ય પ્રેતાત્માનું જ છે. આજે રાત્રે હું વિધિ કરીશ. તમે આવતીકાલે આવજો." તાંત્રિકે વિધી કરી અને પ્રેત આવ્યું. તાંત્રિકે પ્રેત સાથે વાત કરી. બીજા દિવસે ત્રણેય મિત્રો તાંત્રિકની ગૂફામાં પહોચ્યા.

તાંત્રિકે તેમને પૂછ્યું, "છેલ્લા બે મહિનામાં તમે ખોટું કામ કર્યુ છે?" ત્રણેયએ નકારમાં માથું હલાવ્યું. તાંત્રિક બાબા બોલ્યા "યાદ કરો." ત્રણેય મિત્રોએ એકબીજા સામે જોયું. અવિન બોલ્યો "બાબા કંઈ યાદ નથી આવતું." તાંત્રિક બાબા બોલ્યા "સેજલ! કંઈ યાદ આવ્યું?"

ત્રણેય જણ આશ્રયચકિત થયાં. તાંત્રિક બાબાએ પૂછ્યું, "તમે ત્રણેયએ તેની સાથે શું કર્યુ? વિસ્તારપૂર્વક કહો." અવિને કહ્યું.

"અમે લોકો કોલેજના એક ફંકશનમાંથી પાછા ફરતા હતા. રસ્તામાં એક યુવતીની સ્કૂટી બગડી હતી. અમે તેને મદદ કરીશું અને ગેરેજ પર લઈ જઈશું તેમ કહીને જંગલમાં લઈ ગયા. તે ભાગી ન જાય એટલે મેં તેના હાથ-પગ બાંધી દીધા હતાં. અમે ત્રણેયએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો." પવન બોલ્યો.

"વધારે મજા કરવા મેં તેના શરીર પર દારૂ રેડ્યો અને તેને બળજબરીપૂર્વક પિવડાવ્યો હતો." ચમન બોલ્યો. "સૌ પહેલા મેં જ એના કપડાં કાઢ્યાં હતાં." તાંત્રિક બોલ્યા, "તમને જાણ નહિ હોય પણ એ બનાવ પછી સેજલે આત્મહત્યા કરી હતી. પવન તારા બાથરૂમમાંથી લોહી વહેતું હતું, ચમન તારાં કપડાં નીકળી ગયાં હતાં અને અવિન તારા હાથ-પગ બંધાઈ ગયાં હતાં તેનું કારણ સેજલનું પ્રેત જ છે." અવિન બોલ્યો, "હવે શું કરીએ?" તાંત્રિક બોલ્યા, "ત્રણ દિવસ પછી આવજો. હું તે પ્રેતને તેની ઇચ્છા પૂછીશ અને તમને કહીશ." તાંત્રિકે પ્રેતને બોલાવવાની વિધિ કરીને પ્રેતને બોલાવ્યું. તાંત્રિકે પૂછ્યું, "હું જાણું છું કે તે દુષ્ટોએ તારી પર ખરાબ ક્રુત્ય કર્યુ છે. ક્ષમા એ વિરનું ભૂષણ છે. મોટુ મન રાખીને તેમને માફ કરી દે." પ્રેત બોલ્યું, "બાબા હું તે ત્રણેય જણાને માફ કરીશ પણ મારી એક ઇચ્છા પૂરી કરવી પડશે." તાંત્રિક બોલ્યા, "હું તેમને વાત કરીશ, તે તારી ઇચ્છા જરૂર પૂરી કરશે." પ્રેતે તાંત્રિકને પોતાની ઇચ્છા જણાવી.

ગૂફામાં ત્રણેય જણા પહોચી ગયા. તાંત્રિકે કહ્યું, "સેજલનું પ્રેત તમને બધાને હેરાન નહિ કરે અને તમને માફ પણ કરી દેશે. પણ તેની એક ઇચ્છા તમારે પૂરી કરવી પડશે." ચમન બોલ્યો "અમે તેની ઇચ્છા જરૂર પૂરી કરીશું." તાંત્રિકે કહ્યું, "તમારે રાત્રે ફરવું અને કોઈપણ એક યુવતીને છેડતી કે બળાત્કારથી બચાવવી. આ સમયગાળા દરમ્યાન સેજલનું પ્રેત તમને હેરાન નહિ કરે." પવન બોલ્યો, "અમે ત્રણેય આજ રાતથી જ ફરીશું અને જો કોઈ યુવતીને હેરાન કરશે તો અમે યુવતીને બચાવીશું."

અઠવાડિયા પછી ત્રણેય મિત્રો રાત્રે ૯થી ૧૨નો મુવી શો જોઈને પાછા ફરતા હતા. રસ્તામાં જ એક યુવતી પાછળ ગુંડાઓ દોડ્યા હતા. યુવતીએ ગાડી રોકાવીને ત્રણેય મિત્રોને ઊભા રાખ્યા. યુવતીએ કહ્યું, "મારી પાછળ ગુંડાઓ પડ્યા છે. મને બચાવી લો." પવને કહ્યું, "તમે ચિંતા ડરશો નહિ. અમારી ગાડીમાં બેસી જાઓ. અમે બધુ સંભાળી લઈશું." ત્રણેય મિત્રો ગાડીમાંથી બહાર નીકળ્યા. અવિન બોલ્યો, "અહિંયાથી જતા રહો નહિતર સારું પરિણામ નહિ આવે." ગુંડાઓનો સરદાર બોલ્યો, "બચ્ચાઓ અમે તમારી જેમ બોલતા નથી. મારીને જ કામ કરીએ છીએ." પાચ ગુંડાઓ અને અવિન, પવન, ચમન વચ્ચે મારામારી થઈ. રાતના પેટ્રોલિંગ સમય દરમ્યાન પોલિસે ગુંડાઓને જોયા અને તેમને પકડી લીધા. ત્રણેય મિત્રોને શારીરિક ઈજા થઈ પણ યુવતીને બચાવવા તેઓ સફળ રહ્યાં. થોડા દિવસ પછી ત્રણેય મિત્રો તાંત્રિકની ગૂફામાં પહોચ્યાં. તાંત્રિકે કહ્યું, "સેજલને મુક્તિ મળી ગઈ છે. તે તમને ક્યારેય હેરાન નહિ કરે." ત્રણેય મિત્રો તાંત્રિકને પ્રણામ કરી ચમનના ઘરે મળ્યાં. અવિન બોલ્યો, "સેજલને તો મુક્તિ મળી ગઈ." ચમને કહ્યું, "પણ આપણને જિંદગીભરનો અફસોસ આપતી ગઈ." પવન બોલ્યો, "સેજલ મુક્તિમાં પ્રવેશી અને આપણે એક બંધનમાં પ્રવેશિયા."

 


Rate this content
Log in

More gujarati story from Jignesh Vaghela